તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:ભાવનગરના મામસા ગામમાં પુત્રીની હત્યા નિપજાવનારા પિતાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે ઓનલાઈન સુનાવણી યોજી ચુકાદો આપ્યો

ત્રણેક વર્ષ પૂર્વે ઘોઘા તાલુકાના મામસા ગામે સગા પિતાએ તેની સગીર વયની પુત્રીને નજીવી બાબતે લાકડી વડે મૂંઢમાર મારતા પુત્રીનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો, આરોપી પિતા સામે ઇપીકો કલમ 302, 342, 177 મુજબનો ગુનો દાખલ થયો હતો.

આ અંગેનો કેસ આજરોજ તા.13/5/2021 ના રોજ ભાવનગરના ચોથા એડીશનલ સેશન્સ જજ ઝેડ.વી. ત્રિવેદીની અદાલતમાં ઓનલાઇન ચાલી જતા અદાલતે આરોપીને ભાવનગર જિલ્લા જેલમાં ઓનલાઇન સુનાવણી કરી આજે ઓનલાઇન ચુકાદો જાહેર કરતા આરોપી સામેનો હત્યા કેસ સાબિત માની આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા ઉ.વ.38 (રહે.મામસા, તા. ઘોઘા) એ મરણ જનાર શિવાનીબેન જગદિશભાઇ ચુડાસમા ઉ.વ.17 જે સબંધમાં આરોપીની દિકરી થાય છે, તેમની દિકરી પાસેથી મોબાઇલ ફોન નિકળતા પિતાએ તેણીને લાકડીની સોટી, પગના પાટા તથા લાફા વડે આડેધડ મુંઢમાર મારી તેણીને રહેણાંકના મકાનના રૂમમાં પાંચેક કલાક પુરી દઇ ગંભીર ઇજા પહોંચાડી ત્યાર બાદ સારવારમાં ભાવનગર ખાતે લઇ જવાતા સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું અને સમગ્ર બનાવ બાબતે આરોપી પિતાએ મરણ જનાર દિકરી મોટર સાયકલ પરથી પડી જતા ઇજા થયેલ છે તેવી ખોટી હકીકત જાહેર કરી ગુનો કરેલ હતો.

આ બનાવ અંગે મરણ જનાર સગીરાની માતા ભાનુબેન જગદિશભાઇ ચુડાસમાએ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના પતિ આરોપી જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ 302, 342, અને 177 મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ચોથા એડીશનલ જજ ઝેડ.વી. ત્રિવેદીની અદાલતમાં ઓનલાઇન ચાલી જતા અદાલતે સરકારી ભરત કે. વોરાની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઇ અને અદાલતે આરોપીને ભાવનગર જિલ્લા જેલ ખાતે ઓનલાઇન સુનાવણી કરી વગેરે બાબતો ધ્યાને લઇ આરોપી જગદિશ પોપટભાઇ ચુડસમા સામે ઇપીકો કલમ 302નો ગુનો સાબિત માની આરોપીને તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજા, રોકડ રૂા.10 હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, ઇપીકો કલમ 177 ના ગુના મુજબ આરોપીને છ માસની કેદ અને રોકડા રૂ. એક હજારનો દંડ, ઇપીકો કલમ 342 ના ગુના સબબ છ માસની કેદની સજા, રૂા. એક હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ પંદર દિવસની કેદની સજા અદાલતે ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...