તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:મામસા ગામે પુત્રીની હત્યામાં સંડોવાયેલ પિતાને આજીવન કેદ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ત્રણેક વર્ષ પૂર્વે ઘોઘા તાલુકાના મામસા ગામે પિતાએ તેની સગીર વયની પુત્રીને નજીવી બાબતે લાકડી વડે માર મારતા પુત્રીનું મોત નીપજ્યું હતું બાદ આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આરોપી પિતા સામે ગુનો દાખલ થયો હતો જે અંગેનો કેસ આજે ભાવનગરની અદાલતમાં ઓનલાઇન ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

ઘોઘા તાલુકાના મામસા ગામે રહેતા જગદીશભાઈ પોપટભાઈ ચુડાસમા એ તેની સગીર વયની દીકરી શિવાની બેન જગદિશ ભાઈ ચુડાસમા (ઉ. વ. 17) પાસેથી મોબાઈલ ફોન નીકળતા પિતાએ તેણીને લાકડી ની સોટી, પગ ના પાટા તથા લાફા વડે આડેધડ મૂઢ માર મારી તેણીને મકાનના રૂમમાં પાંચેક કલાક પુરી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેણીને સારવાર માં ભાવનગર ખાતે લઇ જવાતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર બનાવ બાબતે આરોપી પિતાએ મરણ જનાર દીકરી મોટરસાઇકલ પરથી પડી જતા ઇજા થયેલ છે તેવી ખોટી હકીકત જાહેર કરી ગુનો કર્યો હતો.

આ બનાવ અંગે મરણ જનાર સગીરાની માતા ભાનુબેન જગદીશભાઈ ચુડાસમાએ જે તે સમયે ઘોઘા પોલીસ મથકમાં તેના પતિ આરોપી જગદીશ પોપટભાઈ ચુડાસમા સામે જુદી જુદી કલમ નીચે ફરિયાદ નોંધાવી હતી.આ અંગેનો કેસ આજે ભાવનગરના ચોથા એડીશનલ જજ ઝેડ વી. ત્રિવેદીની અદાલત મા ઓનલાઇન ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરત કે વોરાની અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વગેરે બાબતોને ધ્યાને લઇ અદાલતે આરોપીને ભાવનગર જીલ્લા જેલ ખાતે ઓનલાઇન સુનાવણી કરી આરોપી મૃતકના પિતાને અક્ષરવાળી ફેરવી આજીવન કેદની સજા તથા રોકડ રૂપિયા 1 હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા અન્ય ગુના મુજબ આરોપીને છ માસની કેદ અને રોકડ રૂપિયા ૧૦૦૦નો દંડ તેમજ અન્ય કલમ અંતર્ગત આરોપીને છ માસની કેદની સજા અને એક હજારનો દંડ તથા દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા અદાલતે ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...