કરૂણ ઘટના:ભાવનગરમાં માનસિક બિમાર પુત્રને ઝેર આપી પિતાએ આપઘાત કર્યો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માનસિક રીતે બિમાર દિકરાની ચિંતામાં વ્યથિત પિતાએ પોતાના દિકરાને ઝેર આપી તથા પોતે પણ જીવનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વૃદ્ધ પિતાનું મોત થયું હતું જ્યારે માનસિક બિમાર દિકરાને સમયસર સારવાર મળી જતાં તેનો બચાવ થયો હતો.

મહુવાના બગદાણા ગામે રહેતા વિનોદરાય જગન્નાથભાઈ પંડ્યા (ઉ.વ.77)એ આજે સાંજના પાંચ વાગ્યાના અરસામાં બગદાણા નવાગામ-રતનપર રોડ પર રત્નેશ્વર મંદિર પાસે આવેલી તેમની વાડીએ માનસિક રીતે બિમાર પોતાના મોટા પુત્ર દેવાંગ સાથે ગયા હતા જ્યાં તેમણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પહેલાં બળજબરીથી પોતાના પુત્રને પાયા બાદ પોતે પણ પી ગયા હતા. જેમાં પિતા વિનોદભાઈનું મોત થયું હતું. વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા શ્રમજીવીએ તેમના પરિવારને જાણ કરતા પુત્ર દેવાંગને ગંભીર હાલતે મહુવાની ખાનગી હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા તેનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર વૃદ્ધ પિતા વિનોદભાઈ યુવાન પુત્ર દેવાંગની માનસિક બિમારીથી સતત ચિંતામાં રહેતા હતા અને આ મુદ્દે ઘરમાં પણ વારંવાર ઝઘડા થતાં હોય આથી કંટાળી જઈને પુત્ર સાથે જીવતરનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો આ પગલું ભર્યું હતું. પરંતુ તેમાં પુત્રનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...