તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથાપાઇ:ભાવનગરના સિહોર ગામે ઝઘડામાં વચ્ચે પડતા યુવક પર જીવલેણ હુમલો, પાણી બાબતે બે જુથ બાખડયા 

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોરતળાવ પાસે પાણી બાબતે બે જુથ બાખડયા
 • સિહોરના ગુંદાણા ટોડા વિસ્તારમાં 6 થી 7 શખ્સોએ કુહાડી, તલવાર વડે યુવાનને મારમાર્યો

સિહોર ગુંદાણા ટોડી વિસ્તારમાં ઝઘડામાં વચ્ચે પડતા બન્ને પક્ષના 6 થી 7 શખ્સોએ શસ્ત્ર એક યુવાન પર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર્થે ભાવનગર ખસેડાયો હોવાનુ જાણવા મળે છે. સિહોરના ગુંદાણા ટોડી વિસ્તારમાં હરીભાઇ કાળાભાઇ બોળીયાને જીવા બોઘા કોળી, દેવા જીવા, અલપેસભાઈ જીવા, રમેશ બોઘા, જયપાલ જીવા, વિસાલ જીવા, નીકા બુઘાભાઈ વચ્ચે અંદરો અંદર ઝઘડો શરૂ હોય જેમાં હરીભાઇએ વચ્ચે પડતા તમામ શખ્સોએ તેને જીવલેણ મારમાર્યો હોવાનુ જાણવા મળેલ છે.

જ્યારે જયપાલભાઇ જીવાભાઇ મેરએ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રવિણ કાળાભાઇ ભરવાડ, હરીભાઇ કાળાભાઇ ભરવાડ, વિજય રૂપાભાઇ ભરવાડ તથા પ્રવિણના નાનાભાઇએ ફરિયાદી બહાર ઓટલે બેસેલ હોય ત્યા બોલાચાલી કરી મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ભાવનગર શહેરમાં બોરતળાવ વિસ્તારમાં આવેલ ગણેશનગર ખાતે પાણી બાબતે બે જુથ વચ્ચે માથાકુટ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા અને સામસામી હુમલા થતા 108ને ડી ડીવીઝન પોલીસને જાણ કરાતા 108ની કુંભારવાડા અને નારી ચોકડીની એમ્બ્યુલન્સો બનાવ સ્થળે પહોંચી હતી આ ઘટનામાં 2 થી 3 વ્યક્તિઓને સામાન્ય ઇજા થઇ હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો