તળમાં સુધારો:વલભીપુરની ખારાશવાળી ખેતીની જમીનમાં પણ હવે ખેતી શકય બની

વલભીપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ દાયકાથી પાણી તેમજ જમીન તળમાં સુધારો થતા
  • તળમાં ખારાશ હોવાથી માત્ર ચોમાસા ઉપર ખેતીનો હતો આધાર

ખેડુતોએ વર્ષોની મહેનત બાદ ખેતીની પેર્ટનમાં બદલાવ આવ્યો છે. વલભીપુર શહેરતળ અને પંથકમાં જળ સંગ્રહ સાથે જમીનની ફળદ્રુપતામાં ફેરફાર થતાં હવે ખેડુતોએ ફળફળાદીના વાવેતર સાથે અન્ય પ્રયોગો હાથ ધરતા સફળતા મળી છે.

વલભીપુર તાલુકો આમ તો ભાલ પંથકનો છેવાડો ગણાય છે અને ભાલ પંથકના કારણે તાલુકાની મોટાભાગની જમીનોના તળ ખારાશ(ક્ષાર) વાળા હોવાથી માત્ર ચોમાસા ઉપર ખેતીનો આધાર રહેતો પરંતુ છેલ્લાં દોઢ બે દાયકાની ખેડુતો વિજ્ઞાનીક ઢબે ખેતી કરવા ઉપરાંત તાલુકામાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ચેક ડેમો બનવા સાથે અમુક ગામડાઓમાં નર્મદા કેનાલનુ પાણી મળવા લાગતા ખેતીન પેર્ટન(પધ્ધિતી)માં પણ ફેરફાર થવા લાગતા એક સમયે આ તાલુકામાં માત્ર કપાસ,ઘંઉ અને ચણાનો પાક શકય બનતો જે હવે પિયત સુવીધા સાથે ખેડુતો પણ સાહસીક બનતા અમુક ખેડુતોએ જમરૂખ,કેળ અને લીબુનું વાવેતર કરેલ જેમાં સફળતા પણ મળી છે.

હાલ શીયાળાની સીઝનમાં મબલખ જમરૂખનો પાક ઉતરી રહ્યો છે તેટલું નહીં જમરૂખને અન્ય જિલ્લામાં પણ મોકલી રહ્યાં છે અને આગામી સમયમાં આંબાની કલમો અને લાલ જમરૂખનું વાવેતર કરવા પણ ઈચ્છુક છે.

અન્ય સમાચારો પણ છે...