તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મેઘો રિસાતા વાવેતર નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાતની હાલત કફોડી, જોઇ રહ્યા છે વરસાદની કાગડોળે રાહ : ક્યારે અમીવર્ષા કરશે મેઘરાજા
  • એક તો વાવાઝોડામાં થયેલું નુકશાન તેમાં હવે પાછળથી ચોમાસુ લંબાયુ, હજુ પણ સમયસર સારો વરસાદ થાય તો ખેડૂતો નુકશાનીમાંથી બચી શકે

ભાવનગર જિલ્લામાં ખરીફ સિઝનની વાવણી થઇ ગઇ છે ત્યાં ચોમાસુ પાછુ ખેચાતા ખેડૂતોના જીવ ઉંચા થઇ ગયા છે.હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થયો નહીં હોવાથી ખેડૂતોએ વાવેલુ મોટાભાગનું બિયારણ નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.છેલ્લા દસથી વધુ દિવસોથી વરસાદ થય નથી અને હજુ પણ વરસાદના કોઇ અણસાર નથી ત્યારે ખરીફ પાકનું 3,65,000 લાખ હેકટર વિસ્તારમાં થયેલ વાવેતરને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

હાલમાં વરસાદ ખેંચાતા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઉભુ થયું છે.ચોમાસાની સિઝનમાં 4,45,000 લાખ હેકટરમાં વાવણી થતી હોય છે.જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોના પાકને નુકશાન થવાની સંભાવના છે .ખાસ કરીને જયાં સિંચાઇની સુવિધા વરસાદ આધારીત છે તેવા વિસ્તારોમાં બિયારણ નિષ્ફળ જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...