તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી શરૂ:ભાવનગરના તળાજા, મહુવા, જેસર તાલુકામાં પિયતની સગવડ ધરાવતાં ખેડૂતોએ ખરીફ પાકોનું આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યત્વે મગફળી, કપાસ અને બાજરી જેવાં રોકડીયા પાકોનું વાવેતર કર્યું

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેત સિંચાઈની સબળ સવલતો ધરાવતાં ધરતીપુત્રોએ ચોમાસું પાકોનું વાવેતર શરૂ કર્યું છે. તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ત્રણ તાલુકાના અનેક ગામડાઓમાં કમૌસમી વરસાદ વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ સમય સમયાંતરે હળવો વરસાદ શરૂ રહેતાં છેલ્લા દસ વર્ષ ની તુલનાએ ચોમાસાની સિઝનનું સૌથી વહેલું વાવેતર આ વર્ષે થયું છે.

ખરીફ પાકોના વાવેતર માટે સમય-સંજોગો ઉજળા બન્યા

દર વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂન માસના અંતિમ પખવાડિયામાં થતું હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાના અંતે વિરાટ વાવાઝોડું "તાઉ-તે" અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રમાં ફૂકાયુ હતું. જેની સાથે ભારે વરસાદ પડયો હતો એ વરસાદ પણ જેવો-તેવો નહીં વાવણી લાયક વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ટૂંકા ગાળામાં અવારનવાર હળવો-મધ્યમ વરસાદ વરસતો રહ્યો હતો. પરિણામે ખરીફ પાકોના વાવેતર માટે સમય-સંજોગો ઉજળા બન્યા હતાં.

ત્રણ ઈંચ જેવો વરસાદ થયે બાકી રહેલી જમીનોમાં વાવેતર પૂર્ણ કરશે

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા તથા જેસર તાલુકાના અનેક ગામડાઓમાં છેલ્લા દસ વર્ષની તુલનાએ ચોમાસું વાવેતર ચોમાસાના નિયત સમય પહેલાં જ શરૂ થઈ ગયું છે. પરંતુ આ વખતે ખેડૂતોએ રોકડી પાકોના વાવેતરમાં ફેરફાર કર્યો છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે કપાસ, ડુંગળીનું વાવેતર મોખરે હોય છે. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિ અને બહોળી માંગને પગલે ખરીફ પાકના વાવેતરમાં મોખરાનું સ્થાન મગફળીએ લીધું છે. બીજા ક્રમે કપાસ ત્રીજા ક્રમે ડુંગળી અને ત્યારબાદ બાજરીનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા અને જેસર તાલુકામાં 30 દિવસોમાં સરેરાશ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અને પિયત અંગે નક્કર વ્યવસ્થા ધરાવે છે. એવાં ખેડૂતોએ વાવણી કાયૅ મહદઅંશે પૂર્ણ કર્યું છે. અને આમ પણ હવે બાકી રહેલા ખેડૂતો એક સારા વરસાદની રાહે છે. ત્રણ ઈંચ જેવો વરસાદ થયે બાકી રહેલી જમીનોમાં વાવેતર પૂર્ણ કરશે.

ધરતીપુત્રો હજુ પણ એક સિઝન આસાનીથી લઈ શકે એટલું પાણી ઉપલબ્ધ

ભાવનગર જિલ્લામાં ખેતીનો એકમાત્ર મુખ્ય આધાર વરસાદ જ છે. ચોમાસું સિઝન બાદ પણ શિયાળુ-ઉનાળુ વાવેતર સિઝનની આશા ઉજળી બની રહે છે. અને છેલ્લા બે વર્ષથી ખેડૂતો ચોમાસુ, શિયાળુ અને ઉનાળામાં પણ ભરપુર પાક વાવેતર ઉત્પાદનના અંતે પાણીનો મોટો જથ્થો રિઝર્વ પડ્યો રહે છે. આ વર્ષે જિલ્લામાં ખેત સિંચાઈ તથા પશુ પાલન માટે પાણીની કોઈ ખાસ અછત વતૉઈ ન હતી. અનેક ધરતીપુત્રો હજુ પણ એક સિઝન આસાનીથી લઈ શકે એટલું પાણી ઉપલબ્ધ છે. ત્યારે પુનઃ ચોમાસું ઢુકડુ આવી ગયું છે. આથી ખેડૂતોને આગોતરા વાવેતર માટે એક નક્કર આશા બંધાઈ છે. અને નિયત સમય અગાઉ વાવેતર શરૂ કર્યું છે. ટૂંકમાં ખેત સિઝન-ઉત્પાદન માટે 2021 ના વર્ષનું ચોમાસું ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની રહેશે. અને આગામી એક વર્ષનું વાવેતર આયોજન સરળતાથી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...