તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે ખેડૂતોની મંત્રણા નિષ્ફળ, ખેડૂતોએ કિંમતી જમીન આપવાનો ઈન્કાર કર્યો

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધેલ ગામની જમીન સંપાદન કરવા મામલે ખેડૂતો સાથે બેઠક યોજાઈ

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ તથા બુધેલ સ્થિત ટી.પી. સ્કીમ નં-22 ની જમીનના ખેડૂત ખાતેદારો વચ્ચે જમીન સંપાદન મુદ્દે યોજાયેલી મંત્રણા પડી ભાંગી છે ખેડૂતો એ પોતાની કિંમતી જમીન આપવાનો ઈન્કાર કર્યો છે અને આવો વિકાસ નહીં જોઈતો હોવાની વાત ઉચ્ચારી છે.

ભાવનગર શહેરનું વિસ્તૃતીકરણ કરવા માટે રાજ્ય સરકાર નું શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ તંત્ર કાર્યરત છે આ તંત્ર દ્વારા આગામી વર્ષોમાં શહેરના વિવિધ તબ્બકે વિકાસ કરવા માટે જેમાં રોડ-રસ્તા સહિતની પાયાકીય સવલતો વધારવા માટે ખેડૂતો- ઉદ્યોગકારોની માલિકીની જમીન સરકારી ધારા-ધોરણ મુજબ સંપાદન કરી વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવે છે.

આ વિકાસ કામોના થોડા વર્ષો પૂર્વે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી જમીનો હસ્તગત કરી આરક્ષિત કરવામાં આવે છે હવે આગામી સમયમાં ભાવનગર શહેરનો વિકાસ-વિસ્તાર વધવાનો હોય જે અંતર્ગત ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળની ટી.પી સ્કીમ નં-22 બુધેલ ગામે આવેલી જમીન આ સત્તા મંડળ સંપાદન કરવા માંગે છે અને એ માટે બુધેલ ગામનાં ખેડૂતો સાથે ની મિટિંગ નું આયોજન શહેરના મોતીબાગ સ્થિત અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટરમાં યોજવામાં આવી હતી.

બાડાના અધિકારી આર.આર.ડામોર એ જણાવ્યું આજરોજ બુધેલની 22 નંબર ની ટી.પી.સ્કીમ માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, મોટા ભાગના ખેડૂતોની રજુવાત હતી કે ટીપી ન બનાવવા ની સામે છે, તમે બધા રજુવાતો આપો અમે બોર્ડ બેઠકમાં લઈશું, જમીન માટે હતું કે ખેડૂતો ના અભિપ્રાય નોંધ કર્યા છે અને સરકાર તથા બોર્ડની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...