ઓનલાઇન અરજી:જિલ્લાના ખેડૂતો કૃષિ રાહત પેકેજ-2 માટે અરજીઓ કરી શકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવેતરનો દાખલો રજુ કરવાનો રહેશે
  • ​​​​​​24 ડિસેમ્બર સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર વી.સી.ઇ. દ્વારા ઓનલાઇન અરજી થશે

ખરીફ-2021માં સપ્ટેમ્બર માસમાં છેલ્લા પખવાડિયા દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે પાક નુકશાન અન્વયે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ-2 જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ૨ હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. એક ખાતામાં એક જ લાભાર્થીને સહાય મળવાપાત્ર છે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડુતોએ તા.6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધીનાં સમયગાળા દરમ્યાન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામપંચાયત ખાતે વી.સી.ઇ. મારફત ઓનલાઇન અરજી કરવાની પ્રકિયા હાલ ચાલી રહેલ છે.

ઓનલાઇન અરજી કરતા સમયે ખેડુતોએ સાધનીક કાગળોમાં ગામના નમુના નં 7-12 અને 8-અ ની અધતન નકલ, ગામના નમુના નં 12માં ખરીફ-2021માં વાવેતરની નોંધ ન હોયતો તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો રજુ કરવાનો રહેશે. આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ/કેન્સલ ચેક (IFSC કોડ સાથે), સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અરજદાર ખેડુત સિવાયના અન્ય ખાતેદારોનુ સંમતી પત્રક અથવા અન્ય ખેડુત ખાતેદારોની અનુપસ્થિતિમાં અરજદાર ખેડુતનુ કબુલાતનામુ, ખેડુત ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનુ રહેશે.

પેઢીનામા પૈકીના કોઇ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતીનુ સોગંદનામુ રજુ કરી અરજી કરી શકશે. આ રાહત પેકેજનો લાભ સરકારી/સહકારી કે સંસ્થાકીય (ટ્રસ્ટ) જમીન ધારકોને મળવાપાત્ર થશે નહી. અરજી ગામના વી.સી.ઇ.ને જમા કરાવવાની રહેશે. જે સમયમર્યાદામાં ગ્રામસેવકને પહોચાડશે તેમ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...