તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમાકેદાર આગમન:ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ, નદીમાં નવા નીરની આવક

ભાવનગર12 દિવસ પહેલા
  • તળાજા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં વાવાઝોડા બાદ આવેલા વરસાદથી મોટા ભાગના ચેકડેમ અને તળાવોમાં નવા નીર આવ્યા છે ત્યારે ચોમાસુ સમયસર આવતા ફરી મેઘરાજાની એન્ટ્રી વિધિવત થઈ ચૂકી છે ભાવનગરના મહુવા જેસર પંથકમાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે મંગળવારે મહુવામાં પધરામણી કરીને ફરી મંગળ ખેડૂતો માટે થયું છે.

જિલ્લાના તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની સીધી પધરામણી થઈ છે. જો કે તળાજા તાલુકામાં 42 mm નોંધાયો છે જ્યારે મહુવા ગામ કે તળાજા ગામમાં વરસાદના કોઈ સંચાર નથી એટલે મેઘરાજાએ ગામડાઓમાં સવારી કરી હતી. મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો.

મહુવા પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદમહુવા પંથકના મોટાખુટવડા,ગોરસ,બોરડી, કીકરીયા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, મહુવાની સ્થાનિક માલણ નદીમાં ઘોડાપુર આવ્યું હોઈ તેવા દ્રશ્યો ઉભા થયા હતા. ધોધમાર વરસાદના પગલે મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી હોય તેમ લાગતું હતું. મહુવા પંથકમાં ધોધમાર વરસાદના કારણે મહુવાની નદીમાં નવા-નીર ની પુષ્કળ પ્રમાણમાં આવક થઇ હતી. તેમજ તળાજા અને જેસર જેવા તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે જો કે કેટલાક ગામા રોડ રસ્તા પર વરસાદને લઈ પાણી ભરાય ગયાં હતા તો ક્યાંક ચેકડેમ અને રોડ બંને હોય તેના પરથી પાણી વહી રહ્યા હતા, વરસાદથી ખેડૂતો હર્ષ ઘેલા બન્યા છે અને ખુશ ખુશાલ છે.

મહુવાના મોટા આસરાણામાં વરસાદ
મહુવા તાલુકાના મોટા આસરાણા પંથકમાં આજે વરસાદ પડયો હતો. મોટા ખુંટવડા, કીકરીયા, શાંતીનગર, ગોરસ, બોરડી, તલગાજરડા વગેરે ગામડાઓમાં કયાંક ધોધમાર તો કયાંક ધીમીધારે વાવણી લાયક વરસાદ પડતા મહુવાની માલણ નદીમાં ભારે પાણી આવ્યુ. તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર પાણી ભરાયા હતા.

ભાવનગરમાં ગરમીમાં વધારો
ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 36.5 ડિગ્રી થયું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન સવા ડિગ્રી વધીને 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયું હતું.‌ હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 58 ટકા નોંધાયું હતું જયારે પવનની ઝડપ 4 કિલોમીટર વધીને 24 કિલોમીટર રહી હતી.

વાડી ખેતરમાં વાવણીયા જોતરાઈ ગયા
ગઈકાલના જોરદાર વરસાદ અને આજના ભારે વરસાદ કારણે વાડી ખેતર માંથી પાણી નીકળી જતા વાવણી જોગ વાતાવરણ સર્જાતા મોટાભાગના વરસાદી વિસ્તારમાં વાવણીયા જોતરાઈ જઈ ખેડૂતોએ કપાસ, મગફળી, બાજરી સહિત ખરીફ પાકોના વાવેતરની તૈયારી શરૂ કરી દીધી છે.

તળાજાના દરિયાકાંઠાના ગામોને સાવચેત રહેવા સુચના
ક્ષાર અંકુશ વિભાગ દ્વારા તળાજા તાલુકાનાં ખંઢેરા નજીક નાવલી નદીનો બંધારો, મણાર નજીક મણારી નદી પર ચેકડેમ સમઢીયાળા અને નાની બાબરીયાત નજીક ઉતાવળી નદી પર, બપાડા અને ઇશોરા ગામ નજીક કેરી નદીપર બેલા ગામ નજીક નાળીયેરી વોંકળા નદી પર ચેકડેમો તથા જસપરા નજીક જસપરી નદીનાં બંધારામાં, તથા આંબળા ગામ નજીક ગોપનાથ બંધારામાં, ભે઼સવડી પર ભવાની પુરા લોકલ વોંકળાનાં ચેકડેમ ઉપરાંત અલંગ નજીક મણારી નદીનો ચેકડેમમાં ભરપુર પાણી આવવાની શકયતાને અનુલક્ષીને ચોમાસામાં સારા વરસાદનાં સમયે પાણીનો પ્રવાહ વધી જવાથી આસપાસનાં વિસ્તારમાં ખેતી કે અન્ય પ્રવૃતિ સમયે પૂર્ણ સાવચેતી રાખવા અલંગમાં નદી આસપાસ ઝુપડપટ્ટી બનાવીને રહેતા મજુરોને પુર સમયે અન્ય સલામત સ્થળે ખસી જવા જાહેર સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...