ભાવનગર જિલ્લાના મીઠીવીરડી અને તેની આસપાસના 12 ગામોના પ્રાકૃતિક ખેતી જૂથના સભ્યોએ ઉત્પાદકતા અને ઉપભોકતા વચ્ચે સીધો સંબંધ ઉભો કરવાના હેતુથી મીઠીવીરડી ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કર્યું છે. જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા એનાયત થયેલા સર્ટિફિકેટ આજે ભાવનગર જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેના હસ્તે આગેવાનોને અર્પણ કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના 12 ગામના ખેડૂતો અગાઉ ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના સ્થાપનારા પ્લાન્ટ સામે એકી અવાજે વિરોધ કરતા આ પ્લાન્ટ ને રદ કરવો પડ્યો હતો. ત્યારથી સંગઠિત થયેલા 12 ગામના લોકો આજે પણ અકબંધ રહ્યં છે અને હવે તો ફાર્મર કંપની બનાવવા સુધી પહોંચીને સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી મીઠીવીરડી વિસ્તારના જાગૃત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી માટે અને ખેતપેદાશોના માર્કેટિંગ માટે પોતાની કંપની બનાવી છે.
આ કંપની પ્રાથમિક ઉત્પાદક સભ્યોની ખેત પેદાશ વધારવાનું તેમજ તેનું માર્કેટિંગ થાય અને ખેડૂતોને પોતાના માલના પૂરતા પૈસા મળી રહે તે માટે કામ કરનારા છે. આ કંપની ખેડૂતોને સમયની સાથે તાલ મેળવવા શિક્ષણ અને પ્રાથમિક તાલીમ પણ આપશે. ખેડૂતોની ઉપજને વીમો આપવાનું કામ પણ આ ફાર્મર કંપની કરશે તેમ કંપનીના નિર્માણ કરતા ખેડૂત આગેવાન એ જણાવ્યું હતું. આજે ભાવનગરમાં 12 ગામના ખેડૂતોની હાજરી માં સરકાર દ્વારા પ્રમાણિત થયેલ સર્ટિફિકેટ કલેકટર યોગેશ નિર્ગુડેના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.