તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને રાહત:ડુંગળી પરની નિકાસબંધી હટતા અંતે ખેડૂતોએ રાહતનો દમ લીધો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ભાવનગર,મહુવા યાર્ડના ચેરમેન અને ભાજપની રજૂઆત
 • ડુંગળીના ભાવ ગગડતા કીલોના દસથી પંદર રૂપિયા થઈ ગયા આગામી દિવસોમાં બજારમાં ડુંગળીનો મોટો જથ્થો આવશે

કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાગતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ હતી. ડુંગળીના ભાવ દિન પ્રતિદીન ગગડતા જતા હતા. આજે પણ માર્કેટયાર્ડમાં 10 થી 15 રૂપિયે કિલો ડુંગળીની હરાજી થઈ હતી. ત્યારે અનેક રજૂઆતો બાદ સરકારે આજે ડુંગળી પર લાગેલી નિકાસબંધી હટાવતા ખેડૂતોને હાંશકારો થયો હતો.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે આગામી ચાર માસમાં કાંદાનું છે ઉત્પાદન આવવાનું છે તે પ્રતિ વર્ષ આ સમય દરમિયાન આવતા કાંદા કરતાં વધારે હશે. પરંતુ ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. એક તરફ ડુંગળીની આવક વધતી જાય બીજી તરફ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ દિનપ્રતિદિન ઘટતા જતા હતા. ભાવનગર માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 5000 થેલાની આવક થઇ હતી. અને તેનો ભાવ 20 કિલોના 200થી 400 રહ્યો હતો.

ડુંગળીના ઘટતા જતા ભાવને કારણે ખેડૂતોને આગામી દિવસોની ભારે ચિંતા સતાવતી હતી. ભાવનગર જિલ્લા ભાજપ અને ભાવનગર તેમજ મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ડુંગળીની નિકાસ બંધી હટાવવા રજૂઆત કરી હતી. અંતે આજે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. હાલમાં તળીયે ગયેલા ભાવ આગામી દિવસોમાં વધે તેવી ખેડૂતોને આશા બંધાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો