આયોજન:વલ્લભીપુર ધ્રાંગધ્રા રોડ પહોળો કરી કેરી નદી પર પુલ બાંધવાથી ખેડૂતોને ફાયદો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજનાથી ગામનો વિકાસ પણ થશે
  • કેરી નદી પર પૂલ બાંધવામાં આવે તો ખેડૂતોને સમય અને ખર્ચની બાબતે ઘણો ફાયદો થાય , વાહન વ્યવહાર પણ વધે

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જે પચ્છેગામ કંથારીયા હડમતિયા રાજપરા ( ભાયાતી ) રતનપર ( સાડા ) સુધી ધ્રાંગધ્રા હાઈવે રોડ છે તે રોડ રતનપર ( સાડા )થી બોટાદ સુધી બાય પાસ નીકળેછે . તે રોડ રતનપર ( સાડા )થી બોટાદ સુધીનુ રોડનુ કામ બાકી છે અને રતનપર ( સાડા ) ગામેથી કેરી નદી નીકળેલ છે. જો આ રોડ બોટાદથી રતનપર (સાડા)ધ્રાંગધ્રા રોડના કામની મંજૂરી મળે તો બોટાદથી વલ્લભીપુર સુધીના તમામ ગામડાનો વિકાસ થાય તેમ છે તેમજ ઘણા નાના મોટા ઉદ્યોગ પણ થાય તેમ છે બીજુ કે રતનપર(સાડા)થી કેરી નદી પસાર થાય છે કેરી નદી પાર કરવા માટે આ રોડ પર બ્રિજની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, માટે પૂલ બાંધવો ફાયદાકારક છે.

ચોમાસા દરમિયાન વરસાદને લીધે નદીમાં પાણી આવતા આ રોડ પર પાણી ફરી વળે છે, જેના લીધે વાહન ચાલકો અને ખેડુતોને જોખમ ખેડીને પસાર થાવુ પડે છે. આ નદી ઉપર પુલ બનાવવો પડે તેમ છે. જો આ રોડનુ કામ શરૂ થાય તો કંડલાથી કચ્છ જતા આવતા જેટલા નાના મોટા વાહન આ રોડ પર ચાલે એમ છે અને નોંધપાત્ર પ્રમાણમાં અંતર ઓછું થાય એમ છે. આ રોડ બનવાથી વિકાસ વંચિત ગામને ખુબજ લાભ થાય તેમ છે. આ રોડનુ કામ જલદી શરૂ થાય તેમ મુખ્યમંત્રીને નરેન્દ્ર મોરડીયાએ રજૂઆતમાં જણાવ્યું છે.

આ આયોજનથી સરકારને તો લાભ જ છે સાથો સાથ ખેડૂતને પણ સારો એવો લાભ થશે. કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડ અને આ રોડની આજુ બાજુના ગામડાના ખેડુતને માલ લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જવુ પડે છે. એટલે આ રોડ બને તો સારો એવો.ફાયદો થાય તેમ છે. આ રોડનું કામ જેમ બને તેમ વહેલી તકે થાય તેવો અનુરોધ પણ કર્યો હતો.આમ વલભીપુરના વિકાસ વંચીત ગામો માટે જો કેરી નદી પર પુલ બાંધવામાં આવે તો વાહન વ્યવહાર વધે તેમજ આથી આ ગામોમાં વિકાસની તકો વધશે અને રોજગારી પણ વધશે તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...