આયોજન:મેથળા બંધારાને પુન: બાંધવા ખેડૂતો કાર્યરત, આજે બંધારા સમિતિની બેઠક મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપના હાથ જગન્નાથના સૂત્રને હૈયે રાખી હાથ અને જાત મહેનત શરૂ

આ વર્ષે ભારે વરસાદ બાદ ધરતીપુત્રોએ જાત મહેનત ઝિંદાબાદના નારા સાથે બાંધેલો મેથળા બંધારો નુકશાનગ્રસ્ત થયો હતો જેથી હવે ફરી એક વખત સરકારને બદલે આ વિસ્તારના 13 ગામના ખેડૂતો દ્વારા મેથળા બંધારાને પુન: બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. હવે આ મામલે આવતી કાલ તા.17 ઓક્ટોબરને રવિવારે બપોરે 1 કલાકે મેથળા બંધારે એક અગત્યની બેઠકનું આયોજન રાજભાઈ મહેતા અને વિજયભાઈ બારૈયાના મુખ્ય મહેમાનપદે કરવામાં આવ્યું છે.

મેથળા બંધારા સમિતિ દ્વારા આવતી કાલ તા.17 ઓકટોબરને રવિવારે મિટિંગનુ આયોજન કરેલ છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલ મેથળા બંધારો તુટી ગયો તેને ફરીથી બાંધવાનુ કામ મેથળા બંધારા સમિતિ દ્વારા તેમજ આજુબાજુના 13 ગામના ખેડૂતો દ્વારા કામ ની શરૂઆત થઇ ગઈ છે. તો આ 13 ગામના લોકોને રવિવારે બપોરે 1 વાગે મેથળા બંધારે મિટિંગમાં હાજરી આપવા અનુરોધ કર્યો છે.

આ પહેલા પણ મેથળા બંધારામા જેનું મહત્વનુ યોગદાન રહ્યુ અને જેના થકી બંધારો પુર્ણ થયો તેવા જશવંત મહેતા ફાઉન્ડેશન અને રાજભાઈ મહેતાનો પણ આ તકે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે. આમ સરકારની રાહ જોયા વગર ખેડુતોએ મહેનત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...