તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:તળાજાના ઇસોરામાં ડુંગળીના અપૂરતા ભાવ મળતા નુકસાની જતા દેણુ વધી ગયું, વૃદ્ધ ખેડૂતે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

ભાવનગર9 મહિનો પહેલા
દીકરાએ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી
  • ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ઘેટા-બકરાને ડુંગળી ખવરાવી દીધી હતી: મૃતકના પુત્ર

તળાજાના ઇસોરા ગામના ખેડૂત ભુપતભાઈ શુંભુભાઈ જેઠવા (ઉ.વ.53)એ પોતાની વાડીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેના પુત્ર લાલજીભાઈ શંભુભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે ,અમારે પાંચ વીઘાની વાડી છે. જેમાંથી બે વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.  ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ઘેટા-બકરાને ડુંગળી ખવરાવી દીધી હતી. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નુકસાની ગઈ અને દેણુ પણ વધી ગયું. જેને લઇને આર્થિક સંકડામણથી કંટાળી આપઘાતનું પગલું ભરી લીધું હતું. પિતા પર કેટલું દેણુ હતું તેની મને જાણ નથી 

માનસિક આઘાત લાગતા પગલુ ભરી લીધું

લાલજીભાઇ વધુમાં જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સાંભળી મારા પિતાને માનસિક આઘાત લાગ્યો હતો. આથી વાડીએ જ દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ઉલ્લેખનીય છે કે હાલ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગઇકાલે રાજકોટમાં પડધરીના ખેડૂતને યોગ્ય ભાવ ન મળતા માર્કેટ યાર્ડમાં ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી હતી. ડુંગળીનો હાલ કિલોએ 4થી 5 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે. આથી ખેડૂતને મજૂરીના પણ નીકળી રહ્યા નથી.  

(ભરત વ્યાસ, ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો