ગોહિલવાડના ગૌરવરૂપ આંબલા સ્થિત રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થામાં ધોરણ-12ના વિદ્યાર્થીઓને વિદાય અને ધોરણ-10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા માટે કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિધાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો તે પ્રસંગે શિક્ષણવિદ્ નલીનભાઈ પંડિતે વિદ્યાર્થીઓને મિત્રો, પ્રવાસ અને વાંચન અનિવાર્ય ગણાવતા તે જીવનભર ઉપયોગી રહેશે તેમ શીખ આપી હતી.
સંસ્થાના મૂલ્યોનો ઉલ્લેખ કર્યો
વિદ્યાર્થીઓને સંબોધન આપતા શિક્ષણવિદ્ નલીનભાઈ પંડિતે આવતા દિવસો અને કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી. મિત્રો, પ્રવાસ અને વાંચન અનિવાર્ય ગણાવતા તે જીવનભર ઉપયોગી રહેશે તેમ શીખ આપી અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજ માટે આ સંસ્થાના મૂલ્યોનો ઉલ્લેખ કર્યો અને વિદ્યાર્થીઓને માતા, પિતા અને સમાજસેવા માટે તત્પર રહેવા જણાવ્યું હતું.
શિક્ષણ એ પરીક્ષા કરતા જીવનના વારસારૂપ
સંસ્થાના વડીલ લાલજીભાઈ નાકરાણીએ શિક્ષણ બાદ આગળ જીવનની સફળતા માટે અહીંનું શિક્ષણ એ પરીક્ષા કરતા જીવનના વારસારૂપ હોવાનું કહ્યું. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વડા સુરશંગભાઈ ચૌહાણે પ્રસંગોનો ઉલ્લેખ કરી જીવન શૈલી માટે અહીંના વાતાવરણનો પાઠ રજૂ કર્યો.આચાર્ય વાઘજી ભાઈ કરમટિયાએ સંસ્થાના પૂર્વસુરીઓનું સ્મરણ કરી આ વારસાનું અહીંના વિદ્યાર્થીઓને ગૌરવ હોવાનું જણાવ્યું.
શિસ્ત, સંસ્કાર અને કૌશલ્યને બિરદાવી
સંસ્થાના અગ્રણી રાજેન્દ્રસિંહ વાળાએ વિદાય લેતા વિદ્યાર્થીઓને આ વિદાય એ સહેતુક હોવાનું કહી તે પ્રગતિ અને આનંદ માટે ગણાવેલ. પ્રાધ્યાપક રૂપાબેન પટેલ અને ગૃહપતિ દિપકભાઈ પંડ્યાએ તેમના ઉદબોધનમાં વિદ્યાર્થીઓના શિસ્ત, સંસ્કાર અને કૌશલ્યને બિરદાવી કાયમી સ્મરણ રહેશે તેમ ભાવ વ્યક્ત કર્યો.અહી વિદ્યાર્થી વીર ડાંગરના સંચાલન સાથે અહી સંગીત ટુકડી દ્વારા પ્રાર્થના તથા વિદાયગાન રજૂ થયેલ. આભારવિધિ મૂકેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.