ક્રાઇમ:પાલિતાણામાં દવાખાનેથી પરત આવી રહેલા પરિવાર પર હુમલો, પત્નિ અને બે બાળકો સામે જ યુવક પર તલવારના ઘા ઝિંક્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​બચવા માટે પ્રો.સ્ટોરમાં ભાગેલા યુવકને બહાર કાઢીને માર્યો

પાલિતાણામાં ગત રાત્રીના સમયે દવાખાનેથી દવા લઈને પરત ફરી રહેલા પરિવારને તેના જ પાડોશમાં રહેતા શખ્સ અને તેના સાગરિતોએ તલવારના ઘા ઝિંક્યાં હતા. પાલિતાણામાં રહેતા અને ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા સાહિદભાઈ હારૂનભાઈ રાઠોડ ગઈ કાલે રાત્રીના 9 વાગ્યાના અરસામાં તેમના પત્નિ હસીનાબેન, દિકરી અજમત અને ભત્રીજો રિઝવાન સાથે માનસિંહજી હોસ્પિટલથી દવા લઈને આવતા હતા ત્યારે મારફતિયાના વંડા પાસે બે અજાણ્યા શખ્સોએ મોટર સાઈકલ પર આંતરી દાઢી પર તલવારનો ઘા ઝિંકતા તેઓ બાજુની પ્રોવિઝન સ્ટોરમાં બચવા દોડ્યા હતા.

પરંતુ આ શખ્સોએ તેમને ત્યાથી ઢસડી બહાર લાવી તેની પત્નિ અને બે બાળકોની સામે જ આડેધડ તલવારના ઘા ઝિંકી ગંભીર ઈંજા પહોંચાડી હતી અને આ ઝપાઝપીમાં 7 વર્ષની બાળ‌કીને પણ કાનની ઉપરના ભાગે તલવાર વાગી ગઈ હતી. આ અંગે સાહિદભાઈના પત્નિ હસીનાબેને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં મુસ્તુફા આદમભાઈ ચુંડેસરા, અલ્તાફ મુસ્તુફાભાઈ ચુડેસરા, વાહિદ સલીમભાઈ સૈયદ અને બે અજાણ્યા માણસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હુમલો કરનારા આ લોકો અને સાહિદભાઈનો પરિવાર એક જ વિસ્તારમાં રહેતો હતો અને તેમને અગાઉના ઝઘડા થયા હતા જેની દાઝ રાખી આ લોકોએ હુમલો કર્યો હતો. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફુટેજના આધારે આગળની તપાસ શરૂ કરી હતી. જ્યારે આ મામલે બે કે ત્રણ વ્યક્તિઓની પોલીસે અટક કરી હોવાનું જાણવા મ‌ળ્યું છે. જોકે કોઈ સત્તાવાર રીતે હજું સુધી એક પણ આરોપી ઝડપાયો નથી.

અન્ય સમાચારો પણ છે...