હુમલો:ઉમરાળાના AAPના મહામંત્રી પર કૌટુંબીક ભાઈનો હુમલો, મઢનો હિસાબ અને પૈસા મને આપી દે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતાજીના મઢનો હિસાબ કરવા કુંટુંબ ભેગુ થયું હતું ત્યારે તલવાર ઝિંકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
  • ઉમરાળા તાલુકાના "આપ'ના મહામંત્રીને તલવાર ઝીંકતા ગંભીર ઈજા

ઉમરાળા તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી પર તેમના કૌટુંબિક ભાઈએ માતાજીના મઢના હિસાબના પૈસા બાબતે તલવાર તથા નાનાભાઈએ પાઈપથી હુમલો કર્યાના બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઉમરાળા દાતાર રોડ વિસ્તારમાં રહેતા ઉમરાળા તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી હરસંગભાઈ રમણભાઈ હાહડે ઉમરાળા પોલીસ મથકમાં તેમના કૌટુંબિક ભાઈ ગોવિંદ ઉર્ફે મુન્ના તળશીભાઈ હાહડ અને તેનો નાનોભાઈ પપ્પુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, સમઢિયાળા ગામે આવેલા તેમના કુટુંબના માતાજીના મઢનો તેઓ હિસાબ રાખતા હોય તેથી ગઈકાલે તેઓ તેમના બંન્ને દિકરા સાથે મઢનો હિસાબ આપવા સમઢિયાળા ગામે ગાય હતા.

જ્યાં તેમના કુંટંબના સભ્યો પણ આવ્યા હતા. જ્યાં હિસાબની વાતચીત કરતા હતા ત્યારે તેમના કુટુંબીભાઈ ગોવિંદભાઈએ તથા પપ્પુએ હિસાબ બાબતે ઉશ્કેરાઈ જઈ મઢનો હિસાબ અને પૈસા મને આપી દે તેવું કહીને કાન પર એક તલવારનો ઘા મારી તથા પપ્પુએ પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી. હરસંગભાઈના જણાવ્યા અનુસાર પહેલા નોરતે હવનમાં ગોવિંદ હવનમાં દારૂ પીને આવ્યો હતો તેથી તે બાબતે તેને ટકોર કરી હતી જેની દાઝે રાખી તથા હિસાબ બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ અંગે ઉમરાળા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...