ભેદ ઉકેલાયો:ધંધામાં ખોટ જતા હાઈવે પર લૂંટી લીધાની ખોટી ફરિયાદ કરી હતી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકા-બગોદરા હાઈ-વે પર લૂંટની ખોટી વાર્તા ઘડી હતી
  • કાર ચોરાઇ જાય તો તેના વિમાના પૈસા મંજુર થાય અને ધંધામાં આવેલ ખોટ પુરી શકાય તેમ વિચારીને પ્લાન ઘડ્યો હતો

ધંધુકા-બગોદરા હાઈ-વે પર ભાવનગર લગ્ન પ્રસંગમાં આવી રહેલું દંપતિ લૂંટાયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે અંગે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કરતા પાંચ દિવસ બાદ પોલીસની આગવી ઢબે પુછપરછમાં દંપતિએ આ લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલો હોવાનું ખુલ્યું હતું. ગત તા. 13/11ની રાત્રીના ભાવનગર માસીની દિકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી રહેલા શશાંકગીરી ઉમેદગીરી ગોસ્વામી તથા તેમના પત્નિ સાથે દંપતી ધંધુકા-બગોદરા હાઈ-વે પર લૂંટ થઈ હતી.

જે અંગે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તથા સીસીટીવી અને ફરિયાદીના કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરી હતી જ્યારે ફરિયાદીની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા તેમણે આ લૂંટ ઉપજાવી કાઢી હોવાનું કબુલ્યું હતું.

તેમણે કબુલાત આપી હતી કે, તેમના ધંધાની ખોટ પુરવા આ પ્લાન ઘડ્યો હતો. ધંધામાં તેમણે જેને માલ આપ્યો હતો તે વેપારીઓ તેના પૈસા છુટા કરતા નહોતા તેથી ધંધાની ખોટ પુરી શકાય તેમ નહોતી પરંતુ જો તેમની કાર ચોરાઈ જાય અને તેના વિમાના પૈસા મંજુર થાય તો આ ખોટ પુરી શકાય તેમ હોય તેથી તેમની પત્નિ વિણાબેન અને મિત્ર હિતેષભાઈ ભગવાનભાઈ ધામેલિયા (રહે. રાજકોટ, મુળ રહે. વાળુકડ, તા. ઘોઘા)એ મળી આ બનાવને અંજામ આપ્યો હતો.

તેમના સોનાના દાગીના અને મોબાઈલ ઘરે જ રાખેલા છે અને કાર હરીભાઈ પ્રેમજીભાઈ આંબલીયા (રહે. ગઢુલા, તા. શિહોર)ને ત્યાં મુકી આવ્યા હતા. જે બાદ પોલીસે બનાવી કાઢેલી લૂંટનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસીને ગુમરાહ કરવા બદલ તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...