તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોનામાં ખોટા ખર્ચ બંધ, છતાંજિલ્લા પંચાયતએ રૂા. 92000ના ખર્ચે દિવાળીની રોશની કરી

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિપાવલીની શુભેચ્છા સહિતમાં ખર્ચ ન કરવા સરકારની સુચના હતી

કોરોનાના કપરા કાળમાં ખોટા ખર્ચા પર બ્રેક લગાવવા સરકારે દિપાવલીના શુભેચ્છાના કાર્ડ છપાવવા સહિતના પર રોક લગાવી હતી. પરંતુ ભાવનગર જિલ્લા પંચાયતે પ્રમુખ, ડી.ડી.ઓ. અને પંચાયત કચેરીને દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ રોશનીથી ઝગમગાટ કરી 92 હજારનો ખર્ચ કર્યો હતો. જેને આગામી 10મી ના રોજ મળનારી કારોબારીમાં મંજૂરી પણ અપાશે.

પરંતુ સરકારની સૂચનાને પણ ઘોળીને પી ગયા હોય તેમ જીલ્લા પંચાયત દ્વારા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ્થાન અને જિલ્લા પંચાયત કચેરીને ત્રણ દિવસ રૂ.92,200 ના ખર્ચે રોશનીથી શણગાર કર્યો હતો. અને તેનો ખર્ચો જિલ્લા પંચાયત બિલ્ડિંગના આધુનિકરણ અને જિલ્લા પંચાયતને સુપરત થયેલ મકાનોની સારસંભાળ જાળવણીના હેડમ‍ાં માર્ગ-મકાન વિભાગ દ્વારા ખતવવામાં આવ્યો છે.

આગામી તા.10મીને ગુરુવારે બપોરે 1 કલાકે મળનારી કારોબારી સમિતિમાં લીલીઝંડી અપાશે. તદુપરાંત કોર્પોરેશનમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તકની ચાલતી પ્રાથમિક શાળાઓને કોર્પોરેશનને સુપરત કરવા સહિત 11 કાર્યોનો નિર્ણય કરાશે.

એક જ દિવસમાં ચાર બેઠકો
જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અંતિમ દિવસોમાં જુદા જુદા કાર્યોને મંજૂરીની મહોર લગાવવા એક જ દિવસે તા.10મી ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે શિક્ષણ સમિતિ અને સિંચાઈ ઉત્પાદન સમિતિની બેઠક, બપોરે 12 કલાકે બાંધકામ સમિતિની બેઠક અને 1 કલાકે કારોબારીની બેઠક યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો