અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવી રહેલું જહાજ પોરબંદરની સામેના દરિયામાં લાંબા સમયથી પડાવ નાંખીને ઉભુ હતુ, અને તેના મુળ માલીક દ્વારા વિદેશમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીઓ અંતર્ગત ગુપ્તચર શાખાઓના કાન ચમક્યા છે.
અગાઉ પેસેન્જર જહાજ ઓડિન લાંબા સમયથી પોરબંદરની સામેના દરિયામાં પડાવ નાંખીને ઉભુ હતુ. દરમિયાન જહાજનો પ્રકાર અગાઉ પેસેન્જર શિપનો હતો તેને અલંગમાં આગમન પૂર્વે બદલાવીને બલ્ક કાર્ગો તરીકે ઘોષિત કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ પેસેન્જર જહાજને રો-પેક્સ સુધી કન્વર્ટ કરી શકાય પરંતુ સમગ્ર પેસેન્જર જહાજને બલ્ક કાર્ગો માટે કેવી રીતે રૂપાંતરીત કરવામાં આવ્યુ છે, તેની પાછળ કોઇ રમત છે કે કેમ આ તમામ બાબતો અંગે ગુપ્તચર શાખાઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
15285 ટનના ઓરિજનલ પેસેન્જર જહાજ ઓડિનને અલંગના જીજીએસબીવાય ઇન્ડસ્ટ્રીયલ પ્રા.લિ., દ્વારા ખરીદવામાં આવ્યુ છે અને ભંગાવવા માટે આવી રહ્યું છે. યુકે સ્થિત, નોર્વેજિયન-નિયંત્રિત ક્રુઝ જહાજના માલિક દ્વારા કાનૂની માર્ગની ચકાસણીઓ થઇ રહી છે. તેઓના મતે ઓડિન જહાજને ભાંગવા માટે ઇ.યુ. પ્રમાણિત યાર્ડની આવશ્યક્તાઓ હોય છે, જે તૂર્કિના યાર્ડ પાસે મોજુદ છે પરંતુ અલંગના યાર્ડ હજુ ઇ.યુ.પ્રમાણિત થવાની રાહમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.