તપાસ:ગાંધીનગરમાં ફેક લેટરકાંડથી ખળભળાટ; સહી-સિક્કા મોર્ફ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શિપિંગ એજન્ટના નામથી બેફામ આક્ષેપો
  • ડીજીટલી​​​​​​​ ફેબ્રિકેટ કરાયેલા લેટર અંગે GMBની તપાસ

કોમ્પ્યુટર, ડીજીટલાઇઝેશનના જેટલા ફાયદા છે, એટલા ગેરફાયદા પણ છે. તાજેતરમાં ભાવનગર શિપિંગ એજન્ટ્સ એન્ડ સ્ટીવીડોર્સ એસોસિએશનના લેટર હેડ, સેક્રેટરીના સહી-સિક્કા મોર્ફ કર્યા અંગે જીએમબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ની કાર્યપધ્ધતિ અને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો કરાયાની બાબતે સમગ્ર ગાંધીનગરની સરકારી કચેરીઓમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

જીએમબીના ચિફ નોટિકલ ઓફિસર કેપ્ટન એ.બી.સોલંકી દ્વારા કેવા પ્રકારના ભ્રષ્ટાચાર આદરવામા આવે છે તેની યાદી અને તેઓની સામે પગલા ભરવાની માંગણી સાથે ભાવનગર શિપિંગ એજન્ટ્સ એન્ડ સ્ટીવીડોર્સ એસોસિએશનના લેટર હેડ પર સેક્રેટરીના સહી-સિક્કા સાથે પત્ર વાઇસ ચેરમેનને ઇશ્યુ કરાયો હતો.

પોતાના લેટરહેડ અને સહી-સિક્કાનું મોર્ફિંગ અને ડીજીટલી ફેબ્રિકેટ કરાયાની જાણ થતા જ ભાવનગર શિપિંગ એજન્ટ્સ એન્ડ સ્ટીવીડોર્સ એસોસિએશન દ્વારા આવા પ્રકારનો કોઇ લેટર તેઓના દ્વારા સત્તાવાર લખાયો નહીં હોવાની અને લેટરહેડ, સહી-સિક્કા મોર્ફ કરાયા હોવાનો પત્ર લખ્યો હતો.સમગ્ર બાબતે જીએમબી ગાંધીનગરમાં ભારે ચર્ચાઓ જગાવી છે, અને જીએમબી દ્વારા આવા પ્રકારે કોણ ગેરરીતિ કરી રહ્યું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

પત્રમાં શું આક્ષેપો કરવામાં આવ્યા હતા?
જીએમબીના ચિફ નોટિકલ ઓફિસર કેપ્ટન એ.બી.સોલંકીને લક્ષ્યાંક બનાવી આક્ષેપ કરાયા હતા કે, તેઓ સિંગલ વોયેજ પરમિશનના 50હજાર, બંકર સપ્લાય પરમિશનના 2લાખ, વાર્ષિક સર્વેના 25હજાર, સ્પેશિયલ પરમિશનના 10લાખ, અલંગના પ્રતિ જહાજ 2.50 લાખ ઉઘરાવે છે.

અન્ય સમાચારો પણ છે...