તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો રોગ વકર્યો:ભાવનગર જિલ્લાના લોકોમાં ફફડાટ, આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં ચાર કેસ નોંધાયા

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધી જિલ્લામાં કુલ 125 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં ચાર શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ 125 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થતો જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 283 કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામાં કુલ 125 કેસ નોંધાયેલા પૈકી 112 કન્ફર્મ કેસ, 11 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 14 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 283 કેસ નોંધાયા છે

અન્ય સમાચારો પણ છે...