સમારકામ થુકના સાંધા જેવુ:વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને હજુ નિયમિત વીજ પુરવઠામાં ફાફા

ભંડારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તૌકતે વાવાઝોડા વેળા વ્યાપક તારાજી બાદ હજુ પણ ખેતીવાડી ક્ષેત્રે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં વીજ તંત્ર નિષ્ફળ રહેતા ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે, તંત્રની નિષ્કાળજી અને કાર્ય પદ્ધતિ સામે ખેડૂતોમાં અનેક ફરિયાદ ઉઠી છે. આ મામલે મામસા વીજ કચેરીમાં આવેદન પાઠવી ભંડારિયાના ખેડૂતોએ મુશ્કેલીનો હલ લાવવા જણાવ્યું હતું.

તૌકતે વાવાઝોડા બાદ સમારકામ થયું તેમાં થુકના સાંધા થયા હોય તેમ ભડી સબ સ્ટેશન તળે આવતા ભંડારિયાના તંબોળિયા ફીડરમાં સૌથી વધારે તકલીફ રહે છે, વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે. ગેંગ સ્વીચ બળી જતા તે રીપેર કરવા ચાર દિવસથી ચલક ચલાણુંની નીતિ અપનાવાય છે, ખેડૂતોની સમસ્યા સંદર્ભે બેદરકારી દાખવી ઉડાઉ જવાબ આપવામાં આવે છે. તેમ આ રજુઆતમાં રોષ ભેર જણાવ્યું હતું. વધુમાં વાડીઓમાં મકાન બાંધી ખેડૂતો વસવાટ કરે છે ત્યારે લો વોલ્ટેજની સમસ્યા માથાના દુઃખાવા સમાન છે. ખેડૂતોની સુવિધા પર પૂરતું લક્ષ્ય આપવા ભારપૂર્વક રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...