તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ભાવનગરમાં 20 સ્થળોએ RTPCR ટેસ્ટ માટે સુવિધા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સર ટી. હોસ્પિ.,13 હેલ્થ સેન્ટર અને 6 લેબોરેટરીમાં સુવિધા ઉપલબ્ધ

ભાવનગર શહેરમાં વિવિધ 20 સ્થળોએ આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા, ન્યુ કુંભારવાડા, જુના કુંભારવાડા, કરચલીયાપરા, બોરતળાવ, ભીલવાડા, વોશિંગઘાટ, આનંદનગર, શિવાજી સર્કલ(તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર. કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

ઉપરાંત ભાવનગર શહેરની ન્યુબર્ગ સુપરાટેક માઇક્રોપેથ લેબોરેટરી, બજરંગદાસબાપા આરોગ્યધામ, પાનવાડી ચોક, એન.જી.આર. હેલ્થકેર, પેલો માળ, આયુષ પ્લાઝા, સર ટી. હોસ્પિટલ સામે, આરોગ્ય પેથોલોજી લેબોરેટરી, કાળાનાળા, સાઇ ગંગા કોમ્પ્લેક્ષ, ડો.ધીરેન શુક્લ, ગ્રીનક્રોસ પેથોલોજી લેબોરેટરી, 107-108, કર્લટોન સ્ક્વેર, માધવદિપની બાજુમાં, કાળાનાળા, દેવ ડાયગ્નોસ્ટીક સેન્ટર, ૧લો માળ, આયુષ પ્લાઝા, સર ટી. હોસ્પિટલની સામે, અને વિઝન લેબોરેટરી, 112-113, સામવેદ કોમ્પ્લેક્ષ, 1લો માળ, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલ પ્રાઇવેટ લેબોરેટરીઓને કોવિડ-19ના દર્દીઓના નિદાન અને તપાસ કરવા માટે આર.ટી.પી.સી.આર. સેમ્પલ કલેક્શન સેન્ટર તરીકે શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલ છે. લોકો કોઈપણ જાતના ડર વિના વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...