તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિર્ણોધ્ધાર:ભંડારિયા ખાતે જૈન દેરાસરના જિર્ણોધ્ધાર સાથે સુવિધાઓ વધશે

ભંડારિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેરાસરના જિર્ણોધ્ધાર માટે દાતાઓ આગળ આવ્યા
 • જૈનાચાર્યોએ પધરામણી કરી મુહુર્ત અને માર્ગદર્શન આપ્યુ

ભડી ભંડારિયામાં પાર્શ્વનાથ ભગવાનના ઘર દેરાસરનો જીર્ણોદ્ધાર કરવા શ્રીસંઘ દ્વારા આયોજન કરાયું છે, આ ઉપરાંત આવાસ નિવાસ માટે દાતા પરિવારના સહયોગથી સેનેટરી તેમજ બેઠક વ્યવસ્થા માટે ડોમનું નિર્માણ પણ થશે. તાજેતરમાં શાસન સમ્રાટ નેમીસુરીશ્વરજી સમુદાયના પૂ.આ.ભ નિર્મળચંદ્રસુરીશ્વરજી મ.સા.એ આદિ ઠાણાં સાથે ખાસ ભંડારિયા આવી આ માટે માર્ગદર્શન પૂરું પાડી મુહુર્ત આપ્યું હતું.

ભંડારિયામાં જસાણી મનસુખલાલ પરમાણંદદાસ પરિવાર દ્વારા પોતાની જમીનનું દાન આપી સાથે બે માળનું બાંધકામ કરી સંઘને અર્પણ કરશે. સાણોદરવાળા દિનકરભાઈ જયંતીલાલ શાહ પરિવાર દ્વારા સ્વ. કૈલાસબેન ડી. શાહના પુણ્ય સ્મરણાંર્થે નિવાસ માટે રૂમો તેમજ બેઠક વ્યવસ્થા માટે ડોમનું નિર્માણ કરી અપાશે. જ્યારે હાલના દેરાસરના સ્થાને નવું બાંધકામ કરી જીર્ણોધ્ધાર કરવા સંઘે નક્કી કર્યું છે. જે માટેનું મુહુર્ત અને માર્ગદર્શન આપવા શાસન સમ્રાટ નેમીસુરી સંપ્રદાયના પૂ. આ.ભ.ચંદ્રોદયસુરી શ્વરજી મ.સા.ના શિષ્ય રત્ન પૂ.આ.ભ. નિર્મળચંદ્રસુરી શ્વરજી મ.સા, પૂ. આ.ભ. રાજચંદ્રસુરી શ્વરજી.મ.સા, પૂ.આ.ભ. જીનેશચંદ્રસુરી શ્વરજી મ.સા. સાથે આદિ ઠાણાની નિશ્રા ભંડારિયા થયેલ. સાથે ટાણા જૈન સંઘના ટ્રસ્ટી બીપીનચંદ્ર શાહનો ખાસ સહયોગ સાંપડેલ. આ પ્રસંગે નવકારશી તથા સંઘ સ્વામીવાત્સલ્ય માતૃશ્રી જયાબેન સૌભાગ્યચંદ્ર સંઘવી હ. નીલાબેન નિલેષભાઈ સંઘવી દ્વારા રાખવામાં આવેલ. ભંડારિયા સંઘમાં દેરાસરના જીર્ણોદ્ધાર અને સુવિધાઓના નિર્માણને લઈને ભારે ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો