મુશ્કેલી:ખેડુતોને રેવન્યુ રેકર્ડમાં નામ-અટકમાં સુધારો કરવામાં પડતી ભારે મુશ્કેલી

વલભીપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધારા-વધારા કરવાની સ્થાનિક સત્તા મામલતદારને નથી
  • પરીપત્રનાં અર્થઘટનો મનઘડત રીતે કરવામાં આવતા ખેડુતોની નામ-અટક સુધારા માટે અરજીઓ અભરાઇએ

વલભીપુર તાલુકાના ખેડુતોને પોતાના રેવન્યુ રેકર્ડ 7/12 તથા 8(અ)ની અંદર જો નામ કે અટકમાં ભુલ જાણતા કે અજાણતા નામ દાખલ કરતા સમયે રહી ગઇ હોય તો આવી ભુલો સુધારો કરી આપવાની સત્તા મામલતદારને નથી તેવી ખેડુત અરજદારની અરજીનો જવાબ આપી અરજી ફાઇલે કરી દેવામાં આવે છે.

ખેડુતે પોતાના ખાતાની જમીનની 7/12 અને 8(અ)માં નામ દાખલ કરતા સમયે નાની અમસ્તી ભૂલ હોય દાખલા તરીકે પટેલને બદલે મુળ અટક લખાઇ ગઇ હોય ગોહિલને બદલે ગરાસીયા લખાઇ ગયેલ હોય નામની અંદર પણ કાનો માતરની ભુલ રહી ગઇ હોય અને નામનો અર્થ ફરી જતો હોય તેવા સમયે ખેડુતોને મંડળી, દેવા માફી કે અન્ય નાંણાકીય બાબતોમાં રજુ કરવામાં આવતા ઓળખપત્રો અને રેવન્યુ રેકર્ડ સાથે સુસંગત ન હોય તો ખેડુતોને દોડધામ થઇ જાય છે.

જયારે આવી ભુલ ખેડુતનાં ધ્યાન ઉપર આવે ત્યારે તે મામલતદાર કચેરી ખાતે નામ સુધારા અરજી આપે તો આવી સામાન્ય બાબતમાં પણ સ્થાનીક રેવન્યુ ઓથોરીટી ખેડુતને મદદરૂપ થવાને બદલે સરકારનાં પરીપત્રો બતાવવામાં આવે છે આ પરીપત્રોનાં અર્થઘટન ગામડાનાં ખેડુતો ખબર ન પડે.

સરકારી બાબુઓ આ પરીપત્રનું અર્થઘટન એવુ કરે છે કે જો માત્ર 2004નાં ડેટા એન્ટ્રી સમયે રહી જવા પામેલ ટાઇપો ક્ષતીમાં જ સુધારો કરવાની અમોને સત્તા છે. અન્ય રીતે ભુલ રહી ગઇ હોય તો તમારે નાયબ કલેકટર કચેરી ખાતે રીવીઝન કરવી પડે. ખેડુતે તેના સાચા નામ-અટકનાં અન્ય સરકારી ઓળખકાર્ડનાં આધાર પુરાવા સાથે સોગંદનામુ પણ રજુ કરેલ હોય છતાં નામ સુધારો કરવામાં ખેડુતો હેરાન પરેશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...