તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોરોના દરમિયાન રદ્દ કરાયેલી ટ્રેનોના રિફંડની મુદ્દતમાં વધારો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PRS કાઉન્ટર પર સંપૂર્ણ વિગતો સાથે મળશે રિફંડ

કોરોના કાળ દરમિયાન રદ્દ કરવામાં આવેલી ટ્રેનોના રિફંડની બાબતે રેલ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રેલ્વે મંત્રાલયે 21 માર્ચ, 2020 થી 31 જુલાઇ, 2020 સુધીની મુસાફરી સમયગાળા માટે હાથ ધરવામાં આવેલી પીઆરએસ કાઉન્ટર ટિકિટને રદ કરવા અને કોઈપણ કાઉન્ટર પાસેથી 6 મહિનાથી 9 મહિના સુધીની રકમ પરત મેળવવા માટે અંતિમ મુદત લંબાવી છે.

આ નિયમ નિર્ધારિત સમયપત્રકવાળી ફક્ત એ ટ્રેનો માટે ખરીદવામાં આવેલ ટિકિટ પર લાગુ થશે જેને રેલવે દ્વારા રદ કરવામાં આવેલ છે. 139 અથવા આઇઆરસીઆરસી વેબસાઇટ દ્વારા ટિકિટ રદ કરવાની સ્થિતિમાં કોઈપણ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદા મુસાફરીની તારીખથી વધારીને 09 મહિના સુધી કરવામાં આવી છે. મુસાફરીની તારીખથી 06 મહિનાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી ઘણા મુસાફરોએ ટીડીઆર દ્વારા અથવા સમાન્ય આવેદન દ્વારા રેલવે ડિવિઝનના દાવા કાર્યાલયમાં ટિકિટ જમા કરાવી હશે.

કોવિડ -19 ને કારણે રોગચાળાને ધ્યાનમાં રાખીને અગાઉ ટિકિટ રદ કરવા અને ભાડા પરત કરવા અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. સૂચના મુજબ, રેલવે દ્વારા રદ કરાયેલ ટ્રેનો માટે રદ થયેલ પીઆરએસ કાઉન્ટર ટિકિટ રજૂ કરવાની સમયમર્યાદા 03 દિવસથી વધારીને (મુસાફરીના દિવસને બાદ કરતાં) 06 મહિના કરવામાં આવી હતી અને તે જ સમયે, 139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટથી ટિકિટ રદ કરવાની સ્થિતિમાં, કોઈપણ કાઉન્ટર પરથી રિફંડ મેળવવા માટેની સમયમર્યાદા પણ મુસાફરીની તારીખથી 6 મહિના સુધી વધારી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો