તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:શહેરમાં આવાસ યોજનાની મુદત વધારતા બાંધકામની કરેલી ચકાસણી રૂપિયા 20 લાખ મોંઘી પડી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર કોર્પોરેશનને પ્રધાનમંત્રી આવાસ યોજનાનામાં મુદત વધારાતા બાંધકામની ગુણવત્તાની ચકાસણી 20 લાખ મોંઘી પડી. 2548 ઈ.ડબલ્યુ.એસ. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ.36.68 લાખની કન્સલ્ટીંગ ફી નક્કી કરી હતી પરંતુ ફાયર સેફટીની સુવિધા માટે મર્યાદા વધારતા 20 લાખ રૂપિયા વધારાની કન્સલ્ટીંગ ફી ચૂકવવા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોની નારાજગી સાથે મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંધકામ પૂર્ણ થવામાં છે ત્યારે ફાયર સેફટી માટે સરકારની ગાઇડ લાઇન યાદ આવી અને તેના કારણોસર મુદત વધારવાનું નક્કી કરાયું હતું.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બોરતળાવ બાલવાટિકા ખાતે સિવિલ તથા લેન્ડસ્કેપિંગ વર્કની કામગીરીમાં જુદા જુદા કારણોસર બે વાર અગાઉ પણ સમય મર્યાદા વધારવામાં આવી હતી. ત્યાં કોરોનાને કારણે લેબર મળવાની મુશ્કેલીનું કારણ દર્શાવી ત્રીજી વાર સમય મર્યાદા વધારવાની માગણી કરતા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ મુદ્દત વધારવા સુચના આપી કાર્ય પરત કરાયું હતું. તદુપરાંત સરદાર બાગ બગીચા માં દસ રૂપિયા પ્રવેશ ફી, બોરતળાવ બાલવાટિકામાં મિરરના રૂ.20 અને મેજિક 5D ના રૂ.40 ફી નિર્ધારિત કરી હતી.

લીઝ પટ્ટામાં ઉપયોગ ફેર, ડોર ઘન કચરો એકત્રિત કરતી એજન્સીની કપાત કરેલી પેનલ્ટીની રકમ રૂ.2.74 લાખ પરત આપવા સહિતના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.જ્યારે અધ્યક્ષસ્થાનેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2548માં ચાર અને પાંચ મહિના તેમજ 2489માં 11 અને 13 મહિનાની સમય મર્યાદા વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2548ની ગત 31મી માર્ચના રોજ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેની મુદત વધારવા દરખાસ્ત કરવામાં આવી હતી. તદુપરાંત ટોપ થ્રી સર્કલ પાસે અધેવાડાની બે સોસાયટીમાં 13 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...