શિક્ષણ:રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવાઇ, અગાઉ 1 નવેમ્બર અંતિમ તારીખ હતી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો ફી તા.18 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન ભરી શકાશે

રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન)ની પરીક્ષા ફી ભરવા માટે સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન),2021ના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટેના પ્રથમ તબક્કાની પરીક્ષા ફી ભરવાનો સમયગાળો www.seb.exam.org વેબસાઇટ પર તા.29 સપ્ટેમ્બરથી તા.1 નવેમ્બર સુધી નક્કી કરવામાં આવ્યો હતો જેમાં હવે ઓનલાઇન પરીક્ષા ફી ભરવાનો સમયગાળો વધારાયો છે.

આ અંગે જણાવતા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે હવે આ ઓનલાઇન પરીક્ષા ફી તા.18 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન ભરી શકાશે. આ અંગેની જાણ ધો.10 ધરાવતી તમામ શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને કરવાની રહેશે. આમ આ પરિક્ષાની ફી ભરવાના સમયગાળામાં વધારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...