6 વર્ષની ઉંમરે મેં શાળાએ જવાનું બંધ કરી દીધું હતું અને જાદુગરી શીખવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મારા પરિવારના સભ્યોએ વિશ્વાસ મૂકીને મને આજે દેશની જાણીતી મેન્ટાલિસ્ટ બનાવી છે.આ શબ્દો છે ભાવનગરમાં મહેમાન બનેલી સુહાની શાહના.તેણીએ સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેવાની માનસિક જાદુગરી કળા વિકસાવી છે.
સુહાનીએ ભાવનગરમાં પોતાનો લાઈવ શો યોજ્યો હતો.શહેરની મુલાકાત દરમિયાન આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું મૂળભૂત રીતે રાજસ્થાનના મારવાડી પરિવારની છું અને મારો ઉછેર અમદાવાદમાં થયો છે. મને મેજીકમાં બાળપણથી જ અભૂતપૂર્વ રસ હતો. જેના પરિણામે મેં તે ક્ષેત્રમાં જવાનું પસંદ કર્યું હતું.અત્યાર સુધીમાં 5,000 થી વધુ શો લાઈવ શો કરેલા છે.
સુહાનીને પૂછવામાં આવ્યું કે તેણે મેન્ટાલીસ્ટ છે કે મેજિશિયન ત્યારે જવાબ મળ્યો કે પોતે અત્યારે મેન્ટાલીસ્ટ છે. લોકોના મનને કઈ રીતે જાણવું તે ડેવલપ કરીને અભ્યાસ કરેલ છે. જોકે તે એક મેજિકનો જ ભાગ હોવાથી દરેક મેન્ટાલીસ્ટ પણ આખરે મેજિશિયન જ ગણાય છે.
ભાવનગરમાં લાઈવ શો દરમિયાન સુહાનીએ દર્શકોને અભિભૂત કરી દીધા હતા. તેણીએ માત્ર 7 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ લાઈવ શો કર્યો હતો અને અત્યાર સુધીમાં 5 પુસ્તકો પણ પોતાના વિષયમાં લખી ચૂકી છે. શાળાના શિક્ષણ કરતા પોતાને મળેલા અનુભવના શિક્ષણને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.