શિક્ષણ:ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે MKB યુનિ.ની વિસ્તરતી ક્ષિતિજો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિપતસિંહ ચાવડા કુલપતિ, ભાવ.યુનિ. - Divya Bhaskar
મહિપતસિંહ ચાવડા કુલપતિ, ભાવ.યુનિ.
  • કોરોના કાળમાં 69 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું : GSRI ફ્રેમવર્કના મૂલ્યાંકનમાં ભાવનગર યુનિ.એ ફોર સ્ટાર મેળવ્યા

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થયાંને ચાર દાયકા પૂરા થયાં છે ત્યારે આ યુનિ.માં 17 જેટલાં અનુસ્નાતક ભવનો તેમજ 60 થી વધુ અનુસ્નાતક કેન્દ્રોમાં પીજી અભ્યાસની સુવિધા પ્રાપ્ત બની છે. સરકારી, ગ્રાન્ટ ઇન એઈડ અને સ્વનિર્ભર મળીને 129 થી વધુ કોલેજોમાં 65,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટયુશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વ્રારા ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓનું અનેકવિધ માનદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તેમાં આપણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ 4 STAR સાથે સરકારી યુનિવર્સિટીઓમાં 4 ક્રમાંક મેળવીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પાછલાં બે વર્ષમાં આપણી યુનિવર્સિટીમાં એકેડેમિક કેલેન્ડરનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું એટલું જ નહિ તેનું ચુસ્તપણે અમલીકરણ કરીને શૈક્ષણિક શિસ્તનું વાતાવરણ રચવામાં આવ્યું છે.

Vision ને ચરિતાર્થ કરવા ડિજિટલ ઇન્ડિયાની વિચારણા હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની માળખાગત સુવિધા રચીને પેપરલેસ-પારદર્શી વહીવટની દિશામાં આપણે મક્કમ પગલાં માંડી રહ્યાં છીએ. સમયસર પ્રવેશની જેમ જ નિશ્ચિત સમયે પરીક્ષાઓ યોજવાનું આગોતરું સમયપત્રક રચીને સમગ્ર ગુજરાતમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં અગ્રેસર રહેનારી યુનિવર્સિટી તરીકે આપણે અન્ય વિશ્વવિદ્યાલયો માટે પ્રેરક બની રહ્યાં.

આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ (Admission), પરીક્ષા (Examination) અને પરિણામ (Result) અંગે આગતરું અને સફળ આયોજન કરીને આપણે શૈક્ષણિક વર્ષનું સંતુલન કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જાળવી શક્યા છીએ તે હર્ષ કરાવે તેવી વાત છે. વિવિધ અનુસ્નાતક ભવનો અને કોલેજોનાં ઉપક્રમે 36થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સેમિનાર-કોન્ફરન્સનું સફળ આયોજન થાય તેને ગૌરવની ઘટના ગણું છું. આપણી યુનિવર્સિટીના અધ્યાપકો અને સંસાધનો દ્વારા અર્જિત થયેલું જ્ઞાન વૈશ્વિક સ્તરે 04 જેટલી પેટન્ટના રૂપમાં સ્વીકૃતિ મેળવે તે મારે મન એક ગૌરવશાળી ઐતિહાસિક ઘટના છે.

આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ UGCની JRF યોજના અંતર્ગત ફેલાશીપ મેળવીને સંશોધનકાર્ય કરીને યુનિવર્સિટીનું નામ દીપાવી રહ્યાં છે તે ખુશીની વાત છે. ગુજરાત સરકારની SHODHE SCHEME અંતર્ગત આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પસંદગી પામી સંશોધન માટે આર્થિક સહયોગ મેળવે તે બાબત પણ આપણને સૌને પ્રસન્ન કરનારી છે. ગત વર્ષે 13 અને આ વર્ષે 21 મળીને કુલ 34 જેટલાં વિદ્યાર્થીઓ આ સહાય પ્રાપ્ત કરીને કેમ્પસમાં વિદ્યાકીય વાતાવરણ ઘડવામાં યોગદાન આપી રહ્યાં છે.

આપણી યુનિવર્સિટીનાં વિવિધ અનુસ્નાતક ભવનોમાં UGC, MHRD તેમજ અન્ય રાષ્ટ્રીય અને રાજય સ્તરની સરકારી યોજનાઓ અંતર્ગત ઘણાં પ્રતિભાશાળી અધ્યાપકોનાં મેજર/ માઈનોર રિસર્ચ પ્રોજેકટ ચાલી રહ્યાં છે જેનો લાભ આપણાંવિદ્યાર્થીઓ પણ મેળવી રહ્યાં છે. આપણી યુનિવર્સિટીના વિદ્વાન અધ્યાપકો અને તેજસ્વી વિદ્યાર્થીઓને કારણે કોવિડ-19 મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ કકરાવી રોજગારી અપાવી શક્યા છીએ.

આપણી યુનિવર્સિટીના મધ્યસ્થ ગ્રંથાલયમાં દોઢ લાખથી વધુ પુસ્તકોનો RFID સિસ્ટમથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે. UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે રીડિંગ હોલની સુવિધા સાથે માર્ગદશન પૂરું પાડતાં કોચિંગ ક્લાસિસની સગવડ પણ આપણી યુનિવર્સિટીની એક વિશેષતા છે.

અન્ય સમાચારો પણ છે...