તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ચૂંટણીના બીજા દિવસે શિક્ષકોને શાળાની ફરજમાંથી મુક્તિ આપો

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક

તા.21 અને તા.28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેમાં મતદાનમાં સરકારી શાળાના શિક્ષકો, માસ્ટર ટ્રેનર્સ, ઇવીએમ સિલિંગ સ્ટાફ, પ્રિ.ઓ., આસિ. પ્રિ.ઓ., પો.ઓ., સેકશન ઓફિસર, ઝોનલ ઓફિસર વિગેરે પદ પર ફરજો બજાવતા હોય છે. આ સંજોગોમાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફના શિક્ષકોને મતદાનના બીજા દિવસે ઓન ડ્યુટી ગણીને શાળાએ આવાવમાંથી મુક્તિ આપવા ગુજરાત શૈક્ષિક મહાસં, દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી યોગ્ય કરવા અનુરોધ કર્યો છે.

ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફના શિક્ષક કર્મચારીઓ બે-ત્રણ દિવસ અગાઉથી ચૂંટણીમાં ફરજમાં હોય તથા ચુટણીના દિવસે ચૂંટણીની સામગ્રી રિસીવિંગ સેન્ટર પર જમા કરાવી રાત્રે ખુબ મોડા છૂટીઘરે મોડા કે બીજા દિવસે પહોંચતા હોય છે. ચૂંટણીની ફરજમાં રોકાયેલા શિક્ષકોને બીજા દિવસે શાળામાં ફરજ પર આવવામાંથી મુક્તિ આપી ફરજ પર ઓન ડ્યુટી ગણવા યોગ્ય કરવા રજૂઆત કરી છે. દરમિયાનમાં ભાવનગર ખાતે મહાસંઘ દ્વારા શિક્ષકોને કેટલાક વોર્ડમાં યોગ્ય ફરજ અંગે કરેલી રજૂઆત બાદ જે બીએલઓને પ્રિસાઇડીંગનો ઓર્ડર હતો તેને પોલિંગમાં રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો