રજૂઆત:યુનિ.માં સંશોધન સુવિધામાંથી ખાનગી કોલેજોની બાદબાકી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નાણાનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ
  • રિસર્ચ માટેની તમામ ગતિવિધિમાં ભેદભાવ ન રાખવા કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહની રજૂઆત

વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે જાગૃતિ વધે તેમજ રુચિ કેળવાય તે અંગે યુનિવર્સિટીના પીએચડી રિસર્ચ ફેસિલીટેશન સેન્ટર દ્વારા જાહેર કરેલ પરિપત્ર અને આગળના સમયમા આયોજિત સેમિનાર માટે યુનિવર્સિટીના સ્વનિર્ભર અને સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રોના વિદ્યાર્થીઓની બાદબાકી થતી હોય તેવું જણાતા કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમાનમાંની સરકાર દ્વારા સંશોધન અર્થે ફાળવેલ ગ્રાન્ટનો દરેક વિધાર્થીઓને ઉપયોગી બને તે માટે કુલપતિને અનુરોધ કરાયો હતો.

યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ અને ભવનોના જ વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર કરવામાં આવી રહ્યો હોય તેમ લાગે છે, જ્યારે સરકાર દ્વારા તમામ વિદ્યાર્થી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય અને સ્વનિર્ભર અનુસ્નાતક વિદ્યાર્થીઓ અલગ અલગ ભવનોના તથા સલંગ્ન અનુસ્નાતક કેન્દ્રોમાં અભ્યાસ કરી રહ્યા છે તેવો પણ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ પણ સંશોધન કાર્ય કરતાં હોય છે તેમજ પીએચ.ડી. કરવા માંગતા હોય છે જેથી તેમને પણ આ લાભ મળે અને ભેદભાવ ન રાખવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...