તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાગ:આજે કાળી ચૌદસના તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રનો ઉત્તમ યોગ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉપાસના કરવાથી નડતર દૂર થાય, લાંબી માંદગીમાંથી રાહત મળે

તા.14નાં શનિવારે પંચાગ અનુસાર ઉદીત તીથી મુજબ કાળી ચૌદસ આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગોચર ચંદ્ર તુલા રાશિ સ્વામી-શુક્ર,સ્વાતિ નક્ષત્ર સ્વામી-શનિ નો ઉત્તમ યોગ માનવામાં આવે છે. આવા દિવસે હનુમાનજી ,શનિદેવ,માતાજી,ઘણ્ટાકર્ણ મહાવીર,બટુકભૈરવ,નરસિંહ,કાળભૈરવ,મહાકાળી,ઉગ્રદેવ, રક્ષ્રક દેવો ની મહાપુજા,નવગ્રહોની કે યંત્ર કે રક્ષક દેવોની આરાધના, ઉપાસના કરવાનું આપણા શાસ્ત્રમાં વર્ણન આવે છે.આવા દિવસે વિશેષ ઉપાસના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ કે નડતર દૂર થાય છે. બપોરે સવા બે સુધી કાળી ચૌદસ ગણવામાં આવશે.

લાંબા સમયની માંદગીમાં રાહત મળે છે તેમજ આકસ્મિક મૃત્યુ કે અકસ્માત ટળે છે.આ ઉપરાંત વિશેષ જપ,તપ, યજ્ઞ કરવાથી વિશેષ ફળદાયી નિવડશે.નજીકના શનિદેવના મંદિરે જઈ ભિક્ષુક ને ભોજન તથા કપડા ચપ્પલ આપવાનું ઉત્તમ માનવામાં આવે છે.આ ઉપંરાત કાળી ચૌદસના દિવસે કાળા તલ, કપડા, અડદ,દેશી ચણા,કાચું તેલ, મીઠાના ગાંગડા, શિંગોડાના પાન ભિક્ષુકને દાન કરવાનું પણ ઉત્તમ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો