ઉત્તમ સમય:ઘટેલા ભાવો અને તહેવારોમાં સોના અને ચાંદી ખરીદી માટે ઉત્તમ સમય

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 ગ્રામ સોનાના દાગીના રૂા.46500, બિસ્કીટ 49000ની સપાટીએ

ગત વર્ષની તુલનામાં આ વર્ષે સોના-ચાંદી અને જ્વેલરી બજારમાં ખરીદી વધે તેવી પૂરી આશા છે. આ વખતે કોરોનાની લહેર લગભગ શમી ગઈ છે અને સાથે સોના ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે ત્યારે ભાવનગરની શરાફ બજારમાં સોના-ચાંદીની ઘરાકી વધશે. દીપોત્સવીના મહાપર્વ ઉપરાંત આગામી શિયાળુ લગ્નોત્સવ માટેની પણ સોના-ચાંદીની ખરીદી માટે શુભ મુહૂર્ત આવતા હોય હવેના દિવસોમાં ભાવનગરની સોના ચાંદી બજારમાં તેજીની ચમક જોવા મળશે‌.

ગયા વર્ષની સરખામણીમાં સોનુ અત્યારે સસ્તુ છે. ગયા વર્ષે 58 હજારથી ઘટીને અત્યારે 49000 છે. ચાંદી પણ ઘટેલી છે. હાજરમાં સોન 10 ગ્રામ બિસ્કીટના ભાવ 49000, દાગીના રૂા.46500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પ્રતિ કિલોના રૂા.64000ની સપાટીએ છે. અત્યારે સામાન્ય વર્ગના લોકો પણ સોના અને ચાંદીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. સોનુ સેફ હેવન હોય લોકો મન મુકીને ગમે તે ભાવ હોય ખરીદી કરતા હોય છે. આ વર્ષે ભાવોમાં સતત ઘટાડો થતા લોકોએ લગ્નસરાની ખરીદી કરી ન હોય તેઓએ માટે ખરીદી કરવાનો સમય સારો મળ્યો છે.

સોના-ચાંદીના દાગીના સાથે બીલ અવશ્ય લેવુ કારણ કે ભવિષ્યમાં દાગીના બદલાવવા કે વેચતી વખતે પુરી કિંમત મળી શકે છે. દાગીના ખરીદી કરતી વખતે જો બીલ અને ચીઠ્ઠીમાં એક લાખ રૂપીયાએ રૂા.3000નો તફાવત આવે છે. વેપારીઓ બીલ નહી આપી આપી સોનામાં ફાયદો કરી આપ્યો છે. તેવુ જણાવે છે. જે ખરેખર તો બીલ નથી લીધુ તેના ઓછા લીધા છે. બીલ લેવુ જરૂરી છે.

સોનુ-ચાંદી ખરીદી કરતી વખતે બિલ લેવું
અત્યારના સમયમાં સોના-ચાંદીના દાગીનાની કિંમતી મોટી થઇ ગઇ છે.અને 916 હોલમાર્ક આવી ગયુ છે. તેમા વજન કાપવાનુ હોતુ નથી એટલે ભવિષ્યમાં જયારે નવી વસ્તુ ખરીદી કરવા અથવા પાછી આપવાની હોય ત્યારે બીલ રજુ કરવાથી જે ભાવ હોય તે લેવામાં ગ્રાહકને સરળતા રહે છે. બીલ સાથેના જ ભાવ જવેર્લ્સો દ્વારા લેવામાં આવે છે. અેટલે પરત કરતી વખતે સરળતા રહે. - રમેશભાઈ સોની, કે.આર. જ્વેલર્સ

અન્ય સમાચારો પણ છે...