આયોજન:કાલથી એક્સેલ એક્સપ્રેશન સ્પર્ધાનો શિશુવિહારમાં આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે
  • માધ્યમિક અને ઉચ્ચત્તર​​​​​​​ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન

સુમીટોમો કેમિકલ્સ ભાવનગર દ્વારા તા.18 અને 19 ડિસેમ્બર, શનિ અને રવિવાર, બે દિવસ માટે શિશુવિહાર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.18 ડિસેમ્બરને શનિવારે સવારના સમયે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની સ્પર્ધાઓ યોજાશે જેમાં સુગમ ગીત, લોકગીત, સમાચાર વાંચન, સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પર્ધા અને સામાન્ય જ્ઞાનની સ્પર્ધાઓ યોજાશે. જ્યારે બપોરના સમયે આ તમામ સ્પર્ધાઓ માધ્યમિક વિભાગ માટે યોજાશે. તા.19 ડિસેમ્બરને રવિવારે ગ્રુપ સોંગ, તત્કાલ ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને લોકનૃત્યની સ્પર્ધાઓ યોજાશે.

રવિવારે સાંજે 4 કલાકથી શિશુવિહારના વાનાણી ભવન હોલ ખાતે આવેલી રંગભૂમિમાં શાળા વિભાગની સમૂહનૃત્યની 10 ટીમો તેમના કસબ દર્શાવશે. આ સમૂહ નૃત્યની કૃતિઓ નિહાળવા આવવા તેમજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ભાવનગરની કલાપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને સમયસર શિશુવિહાર સંસ્થા ખાતે હાજર રહેવા એક્સેલ એક્સપ્રેશન-2021ના ચેરમેન નરેશભાઇ ભટ્ટે જણાવ્યું છે. સમગ્ર આયોજનની સફળતા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પરેશભાઇ પાઠક, વનરાજસિંહ ચાવડા તથા ચેતનભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...