નવતર પ્રયોગ:ધોરણ 9 અને 11માં સુપરવાઇઝર વગર લેવાતી પરીક્ષા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરવહી વિતરણ અને પરત લેવાની કામગીરી પણ છાત્રો કરે છે
  • બી.એમ.કોમર્સમાં વિદ્યાર્થીઓ ખોટા ડર અને સ્વયંશિસ્તથી વગર પરીક્ષા આપે તે હેતુ પરીક્ષા

વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખોટો ડર દૂર થાય અને સાથે સ્વયં શિસ્ત કેળવાય તે હેતુથી શહેરની બી. એમ. કોમર્સ હાઇસ્કુલમાં અત્યારે લેવાઇ રહેલી ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં એક નવતર પ્રયોગના ભાગરૂપે 'એક્ઝામ વિધાઉટ સુપરવાઇઝર', કોઈ સુપરવાઈઝર વગર પરીક્ષા લેવાઇ રહી છે.

અંગે એક વાતચીતમાં શાળાના આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ અને સ્વયં શિસ્ત અને સાથે પ્રમાણિકતાથી ગેરરીતિ વિના પરીક્ષા આપવા માનસિક રીતે તૈયાર કરવાનો મુખ્ય હેતુ છે. પરીક્ષાનો ખોટો ડર ન રહે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. સુપરવાઇઝર વિનાની પરીક્ષાથી વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજીને સારી રીતે પરીક્ષા આપે છે તથા વર્ગમાં પેપર વહેંચવા અને લખાયેલા પેપર લેવા જેવી કામગીરી માટે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીઓ જ આ જવાબદારી સ્વીકારે છે જેથી સારું વાતાવરણ બને છે.

બી એમ કોમર્સ હાઇસ્કૂલમાં હાલ દરરોજ બપોરે 12:30થી 3:30 દરમિયાન ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા સુપરવાઇઝર વગર ચાલી રહી છે જેમાં આ નવતર પ્રયોગને સારો પ્રતિસાદ સાંપડયો છે જે અન્ય શાળાઓએ પણ કરવા જેવો છે. જેથી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખોટો હાઉ દૂર થાય.

અન્ય સમાચારો પણ છે...