પરીક્ષા:બીઆરસી અને સીઆરસીની ભરતી માટે તા.8 મે એ પરીક્ષા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં 589 ઉમેદવારો પરીક્ષા આપશે
  • ભરતી માટેની પરીક્ષામાં રાજ્યમાં કુલ ત્રણ ઝોનમાં 11,085 ઉમેદવારો નોંધાયા, સૌથી વધુ બનાસકાંઠામાં

સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/ યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની ખાલી જગ્યાઓ પ્રતિનિયુક્તિ થી ભરવા માટે ઓએમઆર પદ્ધતિએ લેખિત પરીક્ષાનું આયોજન આગામી તારીખ 8 2 ને રવિવારે રાજ્યમાં ત્રણ ઝોન અમદાવાદ છે રાજકોટ અને સુરત ખાતે કરાયું છે. આ સમગ્ર પરીક્ષા માટે 11085 ઉમેદવારો નોંધાયા છે જેમાં સી.આર.સી કોર્ડિનેટરમાં 6602 તથા બીઆરસી કો ઓર્ડીનેટરમાં 4483 ઉમેદવારો છે. ભાવનગર જિલ્લામાં કુલ 589 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા છે.

તારીખ 8 મેને રવિવારે સવારે 11 થી 1 દરમ્યાન સી.આર.સી.અને બપોરે 2.30થી 4.30 દરમિયાન બી આર સી ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં કોરોનાની ગઈ કાલે આપણે પાલન કરવાનું રહેશે દરેક ઉમેદવારોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે તેમજ પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે પરીક્ષા સમયથી 30 મિનિટ અગાઉ પહોંચવાનું રહેશે.

આ પ્રવેશ પત્ર માં હાલની જે કચેરીમાં ફરજ બજાવો છો તે કચેરીના વડાની સહી અને સિક્કો કરાવવાનો રહેશે તારીખ પહેલી મે થી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. બીઆરસી/ યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની બંને બેઠક માટે અરજી કરનાર ઉમેદવારે બંને પરીક્ષા આપવાની રહેશે. ભાવનગર જિલ્લામાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર માટે 335 અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર માટે 254 મળીને કુલ 589 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા માટે સૌથી વધુ 1442 ઉમેદવારો બનાસકાંઠા જિલ્લા માટે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...