તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ધો.10માં મરજિયાત વિષયોની પરીક્ષા 15થી 17 એપ્રિલ સુધી, પરીક્ષાના ગુણ ઓનલાઇન દર્શાવવાના રહેશે

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધો.10માં 15થી 17 સુધી સવારે 11 વાગ્યાથી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયની પરીક્ષા લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10માં મુખ્ય વિષયોની પરીક્ષા તા.10 મેથી 20 મે દરમિયાન લેવાની છે ત્યારે મરજિયાત વિષયોની પરીક્ષા 15 એપ્રિલ્થી શાળા કક્ષાએ લેવા જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જૂથ-2 મરજિયાત વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયની પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હોય છે. આ પરીક્ષના જે તે વર્ષના શાળાકીય પ્રવૃતિના કેલેન્ડરમાં દર્શાવાતી હોય છે. જો કે આ વર્ષે શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર તૈયાર થયું ન હોય શાળા કક્ષાની પરીક્ષા તા.15 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન સવારે 11 કલાકથી લેવાની રહેશે. આ નિર્ણયની જાણ તમામ માધ્યમિક શાાળના આચાર્યોએ નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓને કરવા ભાવનગર ડીઇઓ કચેરીના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો