પરીક્ષા:સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ઠ માટે 27 સપ્ટેમ્બરથી પરીક્ષા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે-2021 ધો.12 સામાન્ય પ્રવાહના ઉત્તિર્ણ નિયમિત ઉમેદવારો પૈકી પરિણામથી અસંતુષ્ઠ હોય તેવા નિયમિત ઉમેદવારોનું પરિણામ જમા કરાવી પુન: પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારો માટે તા.27 સપ્ટેમ્બરથી પરીક્ષા લેવાશે

તા.29 સપ્ટેમ્બરને સોમવારે સવારે 10થી બપોરના 1.15 દરમિયાન અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, બપોરે 2.30થી 5.45 દરમિયાન ગુજરાતી, અને હિન્દી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. તા.28 સપ્ટેમ્બરને મંગળવારે સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનની પરીક્ષા લેવાશે.

જ્યારે બપોરના સમયે નામાના મૂળ તત્વો , મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રની પરીક્ષા લેવાશે. તા.29ને સવારે આંકડાશાસ્ત્ર, ઇતિહાસ અને હિન્દી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવાશે. બપોરે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર તથા સંસ્કૃતની પરીક્ષા લેવાશે. તા.30 સપ્ટેમ્બરને સવારે વાણિજ્ય વ્યવસ્થા અને ભૂગોળની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સમયે કમ્પ્યૂટર અને સમાજશાસ્ત્રની પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...