આપઘાત:પૂર્વ પ્રેમીએ ફોટા અને વિડિયોને વાઇરલ કરતા યુવતીનો આપઘાત

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધારના ઠાંસા ગામનો ચોંકાવનારો કિસ્સો
  • મૃતકના પિતાએ આરોપીના પરિવારને સમજાવ્યા છતાં લગ્ન કરવા દબાણ કરતા : આરોપીને ઝડપી લેવાયો

ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામે રહેતા રામજીભાઇ કાનાભાઇ ઘુસાણી ગઇકાલ રાત્રિના રોજ પરિવાર સાથે સુતા હતા ત્યારે તેની દિકરી રવિના (ઉ.વ. 27) નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી ભારે ચકચાર મચી ગઇ હતી અને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની ફરિયાદ પોલીસે નોંધી આગળની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારના ઠાંસા ગામે ગઇકાલ રાત્રિ દરમિયાન પરિવાર સુતો હોય તે દરમિયાન રામજીભાઇ કાનાભાઇ ઘુસાણીની દિકરી રવિના પથારીમાં દેખાઇ ન હોય જેથી માતા-પિતાએ તેની ઘરમાં શોધખોળ કરતા માલસામાન રાખવાના રૂમમાં સ્યુસ્યાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ મામલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. યુવતીના સ્યુસાઇડ નોટમાંથી જાણવા મળેલ કે, આ જ ગામના સચીન હરજીભાઇ વોરા (રહે. ઠાંસા, ગારિયાધાર)એ રવિના સાથે રીલેશન રાખી વિડીયો તથા ફોટા પાડી યુવતીના ભાઇ તથા ઘરના સભ્યોને મોકલી અવાર-નવાર યુવતી તથા તેના પરિવારને બ્લેકમેલ કરી ત્રાસ આપતો હતો.

આરોપીના પરિવારને પણ યુવતીના પિતાએ સમજાવ્યા બાદ પણ આરોપીના પરિવારજનો દ્વારા લગ્નના દબાણ કરી, ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ યુવતીના સ્યુસ્યાઇડ નોટમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ આ બનાવની જાણ કરતા ગારીયાધાર પોલીસને કરતા આરોપીની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

આમ ગારિયાધાર તાલુકાના ઢાંસા ગામે બનેલી આ ઘટનામાં પૂર્વ પ્રેમીએ યુવતીના ફોટા અને વિડીયો ઉતારીને યુવતીના ઘરના સભ્યોને મોકલી આપ્યા તેમજ તેને વાઈરલ કરી બ્લેક મેઈલ કરતા આખરે આ માનસીક ત્રાસને લીધે યુવતિએ અંતિમ પગલારૂપે ગળાફાંસો ખાઈને આપઘાત વ્હોરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે તુરંત તપાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...