ભાજપના કાર્યકરોને ભોજનનું પ્રલોભન:બધા બેસી જાવ, કાર્યક્રમ પુરો થયા બાદ જમવાનું સ્થળ જાહેર કરાશે

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મહેમાન પ્રભારી મંત્રીના પ્રવચન પહેલા જ હોલ ખાલી થવા લાગ્યો
  • જિલ્લા​​​​​​​ ભાજપના કાર્યક્રમમાં કાર્યકરોએ ચાલતી પકડતા પ્રમુખે અટકાવ્યા

રાજકારણમાં પ્રજાને રીઝવવા માટેના તો સતત પ્રયાસો થતા જ રહે છે પરંતુ કાર્યકરોને પણ રિઝવવા પડતા હોય તેમ જુદા જુદા પ્રલોભનો આપવામાં આવે છે. ગઈકાલે ભાવનગર જિલ્લા ભાજપના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના પ્રવચન પહેલા જ આગેવાનો કાર્યકરોએ કાર્યક્રમના અધવચ્ચે છોડી દઈ ચાલતી પકડતાં જિલ્લા પ્રમુખ ભોજનનું પ્રલોભન આપતા ઉપસ્થિત મહેમાનો પણ અવાક બની ગયા હતા.

ભાવનગર શહેરના ઓડિટોરિયમ ખાતે ભાવનગર જિલ્લા ભાજપના હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સંદર્ભે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા આગેવાનો કાર્યકરોને પણ આવકારવાનું આયોજન કરાયું હતું. ભાજપમાં ભળતા આગેવાનો કાર્યકરોના નામનું લાંબુ લચક લિસ્ટ હોવાને કારણે જિલ્લા ભાજપ પ્રમુખે નામો બોલી બોલી થાકી ગયા હોય તેમ નામ બોલવાનું ટાળી લિસ્ટમાં જે કોઈ હોય તેને સ્ટેજ ઉપર બોલાવી લીધા હતા.

પરંતુ બપોરે ચાર વાગ્યાના બેઠેલા આગેવાનો કાર્યકરો 7 વાગે કંટાળી જઇ કાર્યક્રમને અધવચ્ચે જ છોડી ચાલતી પકડી હતી. એકસાથે કાર્યકરોના ટોળા કાર્યક્રમ છોડી ચાલતા હતા આયોજકો પણ મૂંઝાઈ ગયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાનું વક્તવ્ય પણ હજુ બાકી હતું. જેથી પ્રભારી મંત્રીના પ્રવચનમાં હોલ ખાલી થઈ ન જાય તે માટે મંચ પરથી જ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ કાર્યકરો આગેવાનોને બેસી જવા અને કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનની વ્યવસ્થા રાખી હોવાનું જણાવ્યું.

તેમ છતાં કાર્યકરો નહી માનતા કાર્યકરોને જમવાનું સ્થળ કે રસોડું શોધવા નહીં જવા અને ચારે ખૂણે આટો મારી પાછા આવશો તો પણ ભોજનની વ્યવસ્થા નહીં મળે તેવું પણ જણાવ્યું હતું. ભોજનની વ્યવસ્થાનું સ્થળ જાહેર કરાયું ન હતું. અને પ્રભારી મંત્રીનું પ્રવચન પૂર્ણ થયા બાદ જ જન્મ સ્થળ જાહેર કરવામાં આવશેનું કહ્યા બાદ કાર્યકરોએ પોતાની બેઠક જાળવી રાખી હતી.

ભાજપના કાર્યક્રમમાં જાણે સંખ્યા દેખાડવા માટે કાર્યકરોને ભોજનનું પ્રલોભન આપ્યું હોય તેમ કાર્યક્રમના મંચ પરથી અપાતી સૂચનાઓ પરથી પ્રતિપાદિત થતું હતું. અને મંચ પર બેસેલા આગેવાનોને પણ અચરજ પમાડતું હતું. વિધાનસભાની ચૂંટણી પૂર્વ પ્રજાજનો સાથે કાર્યકરોને પણ સાચવવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છ.

અન્ય સમાચારો પણ છે...