સમાજ જીવન:શહેરમાં દર મહિને 23 દંપતિના લગ્નજીવનનો અંત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટાછેડા લીધેલ દંપતિઓ કરતા અલગ રહેતા દંપતિઓની સંખ્યા ત્રણ ગણી
  • ​​​​​​​ભણેલા - ગણેલા લોકોમાં સામાજિક ઓળખ , વૈચારિક મતભેદ અને રૂઢિચૂસ્તતા બાબતે ઝઘડા

ભાવનગર શહેરમાં આ વર્ષે કુલ 250 જેટલા છૂટાછેડા નાં કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે લગભગ દર મહિને 23 ઘર તૂટતાં હશે. વાર્ષિક 7 હજાર જેટલા દંપતી પ્રભુતામાં પગલાં પાડે છે તેની સામે 5 ટકા લોકો નો ઘરસંસાર તૂટે પણ છે. એક સર્વે અનુસાર છૂટાછેડા લઈ લીધેલ દંપતીઓ કરતા એક બીજા થી અલગ રહેતા દંપતીઓ ની સંખ્યા ત્રણ ગણી વધુ છે. અહી સમાજ નાં ડરે સંબંધો ની મરેલી લાશ લઈને ફરતા યુગલો લગ્ન વિચ્છેદ નથી કરતા.

ડિવોર્સનાં કિસ્સાઓમાં ગયા વર્ષની સરખામણીએ ઘણો વધારો જોવા મળ્યો છે. અત્યારે ખૂબ ભણેલા ગણેલા લોકો માં આર્થિક સ્વતંત્રતા નાં લીધે અવલંબન ઓછું જોવા મળે છે. કોઈ પોતાની પર વિચારો લાદે તે ન ગમતું હોવાથી વૈચારિક મતભેદ વધે છે. બહાર થી નોકરી કરીને ઘેર આવ્યા બાદ જવાબદારીઓ જોઈતી નથી. સ્ત્રીઓ બેવડી ભૂમિકા માં ભૂમિકા સંઘર્ષ અનુભવે છે. યુવાપેઢી માં અનુકૂલન ક્ષમતા અને સહનશકિત ઘટતી જાય છે.

મોટાભાગે પતિ સન્યાસી થઈ જાય, પુરુષ ન હોય કે ચેપી રોગનો શિકાર હોય તેવા કિસ્સાઓમાં વ્યાજબી કારણોસર સ્ત્રીઓ છૂટાછેડા લેતી હોય છે. છૂટાછેડાનાં વધતા પ્રમાણ માટે પતિ - પત્નીનો મતભેદ, સાસુ વહુનાં ઝઘડા, લગ્નેત્તર સંબંધો, પૈસા , વિદેશ જવા માટે કે દબાણનાં લીધે ફક્ત કહેવા પૂરતા લગ્ન કરવા, પરિવારની રૂઢિચુસ્તતા, સામાજિક ઓળખ કે જવાબદારીઓ માટે સંઘર્ષ વગેરે કારણોનો સમાવેશ થાય છે. વિશ્વનાં ઘણા દેશો કરતાં ભારતમાં અહીંના સામાજિક બંધારણને લીધે છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે છતાં આંકડાઓનો આ ઝડપે વધારો ચિંતાજનક છે. અામ 21મી સદીમાં ભાવનગરમાં દંપતિઓમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે.

વાતચીત અને સમય દરેક પ્રશ્નોનું સમાધાન
'નિર્દોષ ' છૂટાછેડા શબ્દ નું અસ્તિત્વ ઘટવું જોઈએ. લગ્ન વિચ્છેદ નાં લીધે સમગ્ર પરિવાર અને ખાસ કરીને બાળકો માનસિક યાતના ભોગવે છે. વ્યક્તિઓ માં મૂલ્યો નું ઘડતર થવું જોઈએ. વ્યકિતવાદ અથવા સ્વ કેન્દ્રત્વ નાં લીધે સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રશ્ન કાયમી નથી હોતો વાતચીત નો પુલ બાંધી ધીરજ થી કામ લેવું જોઈએ.> ડૉ. એચ. એલ. ચાવડા, સમાજશાસ્ત્ર વિભાગનાં વડા

અન્ય સમાચારો પણ છે...