શહેરના વાઘાવાડી રોડ પર આવેલા શો રૂમ પર એક ઈમસ પીધેલી હાલતે આવી તોડફોડ કર્યાંના બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે. જ્યારે તોડફોડ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
વાઘાવાડી રોડ શામળદાસ કોલેજ સામે આવેલા ઝુડીયોના શો-રૂમમાં એક શખ્સ પિધેલી હાલતે આવી મહિલા સ્ટાફ અને ગ્રાહકોની હાજરીમાં બેફામ વાણીવિલાસ કરી તોડફોડ કરતા સ્થાનિક લોકોએ તેને બહાર લાવી બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. આ મામલે નિલમબાગ પોલીસે આ શખ્સ કુલદીપ ધનજીભાઈ બોરીચા વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
જ્યારે તોડફોડ અંગેની ફરિયાદ આપવા એજન્સીના વહીવટકર્તાઓ આજે અરજી લઈને આવવાના હતા જે નહી આવ્યા હોવાથી તોડફોડના નુંકસાન અંગેનો કોઈ ગુન્હો નોંધાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.