​​​​​​​​​​​​​​14 વર્ષથી વધુ વયનાને તક મળશે:ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સાંજની શાળાની સુવિધા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇવનિંગ લર્નિંગ સેન્ટર દ્વારા માર્ચ - 2023ની પરીક્ષામાં પાસ થવા માટેની તક સાંપડશે
  • ​​​​​​​14 વર્ષથી વધુ વયનાને તક મળશે

Masoom સંસ્થા મુંબઈ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અધૂરું શિક્ષણ પૂરું કરવાની તક ભાવનગર અને ભાવનગરના આજુબાજુ ગામના ધોરણ 10 નાપાસ અથવા ખાનગી વિદ્યાર્થી તરીકે એટલે કે કોઈ પણ ધોરણથી અઘરું છોડેલું શિક્ષણ ફરીથી ડાયરેક્ટ ધોરણ 10ની પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે ભાવનગર ELC (Evening learning center) સાંજના સમયે ચાલતી સ્કૂલ કે જેમાં નોકરી કરતા કે અન્ય કોઈ કામ કરતા 14 વર્ષથી ઉપરના યુવાનો કે યુવતીઓને ભણીને આગળ વધવાની તક મળશે. આ ઇવનિંગ સર્નિંગ સેન્ટર ભાવનગર શહેરમાં ધનેશ મહેતા હાઇસ્કૂલમાં બે વર્ષથી ચાલી રહ્યું છે અને ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તેનો લાભ લઇને પાસ થઇ આગળ વધી રહ્યાં છે.

જેમાં masoom સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં 10 લખવાના ચોપડા, પેન, ફાઈલ આપવામાં આવશે બોર્ડની ફી પણ સંસ્થા દ્વારા ભરવામાં આવશે. વધારે માહિતી માટે ફોન પર સંપર્ક કરવો. સાંજે 5:30 થી 7:30ના સમયમાં ફોન કરીને જ સેન્ટરની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મોબાઇલ ફોન નં.8200010387 અથવા મો. 7698975097 .પર સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મળશે.

અન્ય સમાચારો પણ છે...