• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Even If All The Science Students Get Admission In The University, 1474 Seats Will Remain Vacant, A Total Of 3576 Students Have Passed In Science In The District.

પરિણામનું પૃથ્થકરણ:સાયન્સના તમામ છાત્રો યુનિ.માં પ્રવેશ લે તો પણ 1474 બેઠકો ખાલી રહેશે, જિલ્લામાં સાયન્સમાં કુલ 3576 વિદ્યાર્થીઓ પાસ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મકસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મકસવીર
  • ધો.12 સાયન્સમાં ભાવનગર જિલ્લાનું પરિણામ 5.68 ટકા વધીને 83.85 %
  • 11ને એ-1 ગ્રેડ, ગત વર્ષે માસ પ્રમોશન હોય 4877 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયેલા તેમાં આ વર્ષે 1301નો જબ્બર ઘટાડો

ગત વર્ષે કોરોનાને લીધે ભાવનગર સહિત રાજ્યભરના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયેલું પણ આ વર્ષે પરીક્ષા લેવાયા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવતા બે વર્ષ, 2020ના પરિણામની તુલનામાં આ વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામ 5.68 ટકા વધીને 83.85 ટકા આવ્યું છે. જે 2020માં 78.17 ટકા હતુ. ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની સાથે ખોબલે ખોબલે માર્ક અપાયેલા અને એકલા ભાવનગર જિલ્લામાં 322 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ આવેલો તે આ વખતે 11 થઇ ગયા છે. જે 2020માં માત્ર એક વિદ્યાર્થીને એ વન ગ્રેડ હતુ.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 4271 વિદ્યાર્થીઓ પૈકી 4265 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી તે પૈકી 3576 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે. આજે ધો.12 સાયન્સમાં રિઝલ્ટ જાહેર થયા બાદ ભાવનગર જિલ્લામાં ગત વર્ષે માસ પ્રમોશન હોય પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા 4877 હતી તે આ વર્ષે 1301 ઘટીને 3576 થઇ ગઇ છે. આથી કોલેજોમાં ક્યાંય પ્રવેશની મુશ્કેલી રહેશે નહી. આજે ધો.12 સાયન્સનું પરિણામ આજે જાહેર થયું જેમાં ભાવનગર જિલ્લામાં કુલ 3576 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની કોલેજોમાં એડમિશન મેળવે તો પણ યુનિ.ની કોલેજોમાં 1474 બેઠકો ખાલી રહેશે.

એમકેબી યુનિ.માં બી.એસસી., બીસીએ અને બીએસસી (આઇટી) મળીને કોલેજોમાં કુલ 5050 જેટલી જગ્યાઓ છે. જેમાં 11 સાયન્સ કોલેજમાં ગત વર્ષે પ્રથમ વર્ષ બીએસસીમાં 1578 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. જ્યારે આ 11 કોલેજોમાં બેઠકોની પ્રવેશ ક્ષમતા 3750ની છે. તેમ યુનિ.ના કાર્જોયકારી કુલપતિ એમ.એમ.ત્રિવેદીએ જણાવ્યું હતુ.

કોલેજોમાં જગ્યા ખાલી રહેવાનું મુખ્ય ખેક કારણ ધો.12 સાયન્સ પાસ કર્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇજનેરી, ફાર્મસી અને તબીબી વિદ્યાશાખામાં જતા હોય છે. આથી ગત વર્ષે સાયન્સ કોલેજમાં 3770 પૈકી 1578 જ બેઠકો ભરાઇ હતી જેથી 2172 જગ્યા ખાલી રહી ગઇ હતી. આ વર્ષે 3576 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા હોય ચોક્કસ કોલેજોમાં સંખ્યા ઘટશે કારણ કે ગત વર્ષે માસ પ્રમોશન હોય પાસ થનારાની સંખ્યા 4877 હતી. પણ વિદ્યાર્થીને પ્રવેશ ન મળે તેવું નહીં થાય તે ચોક્કસ છે.

12 વર્ષમાં એ-1 વાળા વિદ્યાર્થીઓની સંખ્યા
ઈ.સ. 2011માં જિલ્લામાં એ વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓઓની સંખ્યા 25 હતી, ઈ.સ.2012માં ઘટીને 17, 2013માં 14, 2014માં 10, 2015માં 21ને આંબી ગઈ હતી, 2016માં આ સંખ્યા 19 થઈ, 2017માં 20 વિદ્યાર્થીઓ અને 2018માં 3ને એ-વન ગ્રેડ આવ્યો હતો જ્યારે ગત વર્ષે સંખ્યા વધીને 7 થઇ ગઇ હતી 2020માં માત્ર 1 તારલાને એ-1 ગ્રેડ આવ્યો હતો. 2021માં ખોબલે ઓબલે ટકાવારીને લીધે 322 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ હતો જ્યારે આ વર્ષે 11ને એ વન ગ્રેડ આવ્યો છે.

પાસ છાત્રોની સંખ્યા ઘટી

વર્ષ

પાસ થનારા વિદ્યાર્થીઓ

20223576 વિદ્યાર્થીઓ
20214877 વિદ્યાર્થીઓ
20194258 વિદ્યાર્થીઓ
20184113 વિદ્યાર્થીઓ

રત્ન કલાકારના પુત્રએ મેળવ્યા 99.49 પર્સન્ટાઇલ
આજે જાહેર થયેલા ધો.12 સાયન્સના પરિણામમાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલમાં ભણતા અને શહેર ફરતી સડક, સુભાષનગર રોડ, જૂની પીપલ્સ સોસાયટીમાં પ્લોટ નં.152/બીમાં રહેતા રાજવીર વાળાએ 99.49 પર્સનટાઇલ મેળવ્યા છે. રાજવીરના પિતા શૈલેષભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. બી ગ્રુપમાં રાજવીરે ખાસ તો ફિઝીક્સમાં 96 માર્ક મેળવ્યા છે. હવે તેને ડોકટર બનવુ઼ છે અને હાલ નીટની તૈયારીમાં વ્યસ્ત છે. તેના પિતા ધો.10 ભણેલા છે. રાજવીર તેની સફળતા માટે જણાવે છે કે શાળાના શિક્ષકો જે ભણાવે તે સારી રીતે ભણીને તેનું ઘરે રિવિઝન અચૂક કરવું અને પાઠ્યપુસ્તકમાંથી પરિરૂપ પ્રમાણે રેગ્યુલર મહેનત કરવી. તેને ગુજકેટમાં 97.18 પસર્ન્ટાઇલ આવ્યા છે. આમ પ્રતિભા હોય તો ગમે ત્યાંથી તે ખીલી શકે છે તે રાજવીરે પુરવાર કર્યું છે.

ગ્રેડ મુજબ રિઝલ્ટ
ગ્રેડકુલ છાત્રો
એ1011 વિદ્યાર્થીઓ
એ2285 વિદ્યાર્થીઓ
બી1651 વિદ્યાર્થીઓ
બી2824 વિદ્યાર્થીઓ
સી1977 વિદ્યાર્થીઓ
સી2693 વિદ્યાર્થીઓ
ડી135 વિદ્યાર્થીઓ
ઇ1000 વિદ્યાર્થીઓ
નાપાસ695 વિદ્યાર્થીઓ

3576 વિદ્યાર્થીઓ પાસ

જિલ્લામાં કેન્દ્ર વાઈઝ પરિણામમાં આ વર્ષે તળાજા પ્રથમ ક્રમે

કેન્દ્ર2,0142,015201620172018201920202022
ભાવનગર9291 7989.7389.6877.879.9680.6182.21
મહુવા818082.783.5369.978.1790.685.99
તળાજા--------84.486.3185.6291.92

2021માં કોરોનાને લીધે માસ પ્રમોશન હતુ.

દેવલી ગામના ખેડૂતપુત્રએ મેળવ્યા 99.98 પર્સન્ટાઇલ, સરદાર પટેલ એજ્યુકેશન સંસ્થાએ સંપૂર્ણ ફી માફી સાથે તુષારને ભણાવ્યો
આજે જાહેર થયેલા ધો.12 સાયન્સના પરિણામમાં તળાજાના દેવલી ગામના ખેડૂતપુત્ર તુષાર પંડ્યાએ 99.98 પર્સન્ટાઇલ મેળવી સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. તેના પિતા સામાન્ય સ્થિતિના છે અને ખેતીકામ કરતા હોય સરદાર પટેલ સંસ્થાએ તુષારને ધો.11-12 સાયન્સમાં સમગ્ર ફીની માફી કરી હતી. તેણે ગુજકેટમાં પણ 99.96 પર્સન્ટાઇલ સાથે અવ્વલ ક્રમાંક અંકે કર્યો છે. જેમાં ખાસ તો ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ મેળવવાની સિદ્ધિ મેળવી છે. તુષાર પંડ્યાની ઘરની સ્થિતિ સારી ન હોય સંસ્થાએ ફી માફી સાથે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિ.ની હોસ્ટેલમાં રહેવા અને જમવા માટેની સગવડતા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. હવે તેને ડોકટર બનવું છે અને હાલ નીટની તૈયારી કરી રહ્યો છે. તેણે જણાવ્યું હતુ કે સંસ્થાના આર્થિક સહયોગ અને શિક્ષકોના માર્ગદર્શનથી તેણે આ સફળતા અંકે કરી છે.

સાહિત્ય મલયે ગુજકેટમાં મેળવ્યા 116.25 ગુણ
સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિ.ના અન્ય એક તેજસ્વી વિદ્યાર્થી સાહિત્ય મલયે ગુજકેટની પરીક્ષામાં કુલ 120 ગુણમાંથી 116.25 ગુણ અંકે કરીને ઝળહળતી સફળતા મેળવી સંસ્થામાં પ્રથમ ક્રમે રહ્યા છે. જ્યારે રિયા સવાણીએ ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...