તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવલત:ચાર વર્ષ બાદ પણ ભાવનગરમાં ફક્ત 40 હજાર ગેસ પાઇપલાઇન કનેક્શન, 1500 કિમીનો ફેલાવો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અલંગ સુધી ગેસ પહોંચવાથી અનેક ઉદ્યોગોને સુવિધા મળશે
  • કોરોનાની પરિસ્થતિ માં પણ પ્લાનિંગ બગડ્યું નથી
  • ભાવનગરમાં ગોકળગાયની ગતિએ જ કામગીરી થાય છે
  • પાલીતાણામાં પણ પી. એન.જી નાં 800 ગ્રાહકો

ભાવનગર સહિત દેશભરમાં કોરોના નાં કારણે ઘણા બધા પ્રોજેક્ટ અટકી ગયા હતા. તે વખતે ભાવનગર માં ગેસ પાઇપલાઇન ની કામગીરી શરૂ હતી. અચાનક આવેલા લોક ડાઉન નાં લીધે પણ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને અસર પહોંચી નથી તેવું ગુજરાત ગેસ લિમિટેડ નું કહેવું છે. ભાવનગર માં છેલ્લા ચાર વર્ષમાં પણ મંદ ગતિએ જ કામગીરી થઈ રહી છે. મોટાભાગે મે થી લઈને ઓગસ્ટ એટલેકે ચોમાસાનાં મહિનાઓમાં એમ પણ પાઇપલાઇન માટે ખોદકામની પરવાનગી મળતી નથી.

ત્યારે અત્યાર સુધીમાં ભાવનગરમાં ગુજરાત ગેસ દ્વારા 1500 કી.મી. ની પાઇપલાઇન નાખીને 40 હજાર ગ્રાહકોને ઘર વપરાશ માટે પી.એન.જી આપવામાં આવી રહ્યો છે. 2017થી ભાવનગરનાં ભૌગોલિક વિસ્તાર માં પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે . આગલા એક વર્ષમાં આ નેટવર્ક ભાવનગર નાં 60 હજાર ઘરો માં ઘરેલુ પી. એન.જી પૂરો પાડે તેવી વ્યવસ્થા થશે. ભાવનગર નાં પાલીતાણા અને શિહોર નેટવર્ક ની અનુક્રમે 2017 અને 2018 માં સ્થાપના કરવામાં આવી છે.

હાલમાં પાલીતાણા ખાતે 3 સી. એન.જી સ્ટેશન, પી. એન.જી ગેસ નાં 36 કોમર્શિયલ અને 800 ઘરેલુ વપરાશ નાં કનેક્શનો ઉપલબ્ધ છે. હાલમાં અલંગ ખાતે પણ ગેસ કનેક્શન પહોંચાડવામાં આવે છે જે ગુજરાત ગેસ દ્વારા એક અગત્યની જગ્યા ગણવામાં આવી રહી છે ત્યાં ગેસ પહોંચવાથી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જશે. અત્યાર સુધી ત્યાં સિલિન્ડર ગેસ નો ઉપયોગ જ કરવામાં આવતો હતો. હા અહી 5 ઇન્ડસ્ટ્રી ને ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે.

અને ભવિષ્યમાં બીજી 11 ઇન્ડસ્ટ્રીને અપાશે. ભાવનગરમાં હજી લોકોને ઇન્ટરિયર ખરાબ થાય તેની ચિંતા થતી હોવાથી પાઇપલાઇન ઓછી લગાવે છે. જો કોઈ જગ્યાએ પૂરતા ગ્રાહકો ન થાય તો પાઇપલાઇન નાંખવાનો ખર્ચ પણ માથે પડે. શહેરમાં વરતેજ, ચિત્ર, આર.ટી.ઓ સર્કલ , કાળીયાબીડ , વિઠ્ઠલવાડી, હિલ ડ્રાઈવ, સુભાષનગર , નીલમ બાગ , કાળાનાણાં થી લઇ ને ટોપ ૩ સર્કલ તથા મહિલા કૉલેજ સુધી પાઇપલાઇન નેટવર્ક ની સ્થાપના કરવામાં આવી છે. આટલા વર્ષો રાહ જોયા બાદ હવે આનંદનગર, ક્રેસન્ટ, ખારગેટ , વડવા અને કુંભારવાડા જેવા વિસ્તારોમાં નેટવર્ક સ્થપાશે.

CNGનાં વપરાશમાં ભાવનગરવાસીઓ આગળ
ભાવનગર પી. એન.જી ની સાથે સાથે સી.એન.જી ગેસ નો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે. અત્યારે શહેરમાં માસિક 1 લાખ 50 હજાર કિલો સી.એન.જી ગેસ વેચાય છે જેમાંથી 4000 ગાડીઓ અને 5000 અન્ય વાહનો ચાલી રહ્યા છે. દૈનિક 45 હજાર કિલો સી.એન.જી ગેસ નો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ભાવનગર માં 27 સી.ઈન.જી. સ્ટેશન છે અને આવતા એક વર્ષમાં 15 થી વધારે સી. એન.જી સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...