તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભારતમાં શિપબ્રેકિંગની સુધરેલી સ્થિતિની E.U. નોંધ લે : BIMCO

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્વના સૌથી મોટા ઇન્ટરનેશનલ શિપિંગ એસોસિએશન બિમકો દ્વારા રજૂ કરવામાં આવેલા શિપ રીસાયકલિંગ સવલત અંગેના રિપોર્ટમાં ભારતમાં શિપબ્રેકિંગ અંગેની સવલતો વધી છે અને શિપ રીસાયકલિંગ યોગ્ય દિશા તરફ આગળ ધપી રહ્યું છે તેની યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા નોંધ લેવાવી જોઇએ, તેવી ભલામણ કરી છે. બિમકોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, હોંગકોંગ કન્વેન્શનને તેઓ સંપૂર્ણ ટેકો આપે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા પણ અલંગમાં બીચિંગ પધ્ધતિથી કરાતા શિપબ્રેકિંગ સામેના બીન સરકારી સંગઠ્ઠનના વાંધા કાઢી નાંખ્યા હતા અને અલંગમાં નવા 15 પ્લોટ મોટી સાઇઝના બનાવવા માટેનો રસ્તો સાફ કરી આપ્યો હતો.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 163 પ્લોટ પૈકી 20 શિપબ્રેકિંગ પ્લોટ દ્વારા ઇ.યુ.પ્રમાણપત્ર લેવાની અરજી કરી હતી. અને તે પૈકી 2ના ઓડિટ કરવામાં આવેલા છે, આ બંનેને હજુ માન્યતા મળવાની બાકી છે. ભારતની સરખામણીમાં આ શિપ માલીકોને 150 ડોલર પ્રતિ ટનનો ઓછો ભાવ મળે છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે ઇ.યુ.ના ફ્લેગ ધરાવતા જહાજોના માલીકો દ્વારા ઇ.યુ. સીવાયના દેશોના ફ્લેગ બદલાવી અને જહાજ અન્યત્ર ભાંગવા માટે મોકલવાની પ્રક્રિયાઓ કરે છે. બીમકોના સેક્રેટરી જનરલ ડેવિડ લૂસલીના મત મુજબ, ઇ.યુ. દ્વારા રીસાયકલિંગની સવલતોનું લિસ્ટ વધારવામાં આવી રહ્યું છે તે હકારાત્મક બાબત છે. તૂર્કિમાં મોટા કદના જહાજો ભાંગવા માટેની ઇ.યુ. પ્રમાણિત સવલતો છે, પરંતુ ત્યાંના યાર્ડ ક્રૂઝ જહાજો ભાંગવામાં વ્યસ્ત છે તેથી અન્ય પ્રકારના જહાજો ભાંગવા માટે લાવવાની શક્યતા નથી. આવી પરિસ્થિતિઓ વચ્ચે ઇ.યુ.ના ફ્લેગ ધરાવતા જહાજના માલીકો મુંજાઇ રહ્યા છે. અને તેઓ અન્ય દેશોના ફ્લેગ તબદીલ કરી અને પોતાના જહાજ તૂર્કિ સીવાયના દેશોમાં મોકલવા તજવીજ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો