તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિપબ્રેકિંગ:યુરોપીયન યુનિયન અલંગ માટે નરમ વલણ અપનાવવા તૈયાર, શિપબ્રેકિંગ માટે ભારતને સામેલ કર્યા વિના છૂટકો નથી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જહાજના વધી રહેલા જથ્થાથી ઇ.યુ. પણ મુંઝવણમાં

બીચિંગ પધ્ધતિ પ્રમાણેના શિપબ્રેકિંગનો વિકસીત દેશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. યુરોપીયન યુનિયન દ્વારા દક્ષિણ એશિયાના દેશોમાં તેઓના જહાજ નહીં વેચવા વર્ષોથી ધમપછાડા કરી રહ્યું છે, અને ઇ.યુ.પ્રમાણિત કરવામાં આવતા નથી, પરંતુ હવે ઇ.યુ. અલંગ સહિતના યાર્ડ માટે કુણુ પડી રહ્યું છે.બેસલ એકશન નેટવર્કના જણાવ્યા પ્રમાણે, યુરોપીયન યુનિયન બેસલ કન્વેન્શન (જોખમી કચરાના નીકાલ) અંગેની બાબતમાં પારોઠના પગલા ભરી રહ્યું છે, અને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ઝુકવાની શરૂઆત કરી દીધી છે.

જો તમામ સીધુ ઉતરશે તો આગામી દિવસોમાં ઇ.યુ. દ્વારા અલંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સગવડતાઓ ધરાવતા શિપબ્રેકિંગ પ્લોટને માન્યતા આપવા માટેનો રસ્તો સાફ થઇ જશે.તાજેતરમાં યુરોપીયન દેશોના લકઝિયઝ ક્રૂઝ શિપને અલંગમાં વધુ નાણા મળતા હોવા છતા તેઓએ તૂર્કિમાં તેઓના જહાજ ભાંગવા માટે મોકલ્યા હતા. અને ઇ.યુ. પ્રમાણિત યાર્ડમાં જ તેઓના ફ્લેગ ધરાવતા જહાજો ભાંગવા માટેની વાતો ઉચ્ચારવામાં આવી રહી હતી.

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા શિપ રીસાયકલિંગ અંગે નવો કાયદો બનાવવામાં આવ્યો છે, અને તમામ કાયદાઓનું પાલન કડકપણે કરાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી વિદેશી ટીકાકારોએ પણ છાના ખૂણે સ્વીકારવું પડ્યુ છે કે અલંગમાં જોખમી કચરાનું સંચાલન, સલામતી, જહાજ ભાંગવાની પધ્ધતિ સહિતની બાબતો સારી રીતે અમલી બની છે.

અન્ય સમાચારો પણ છે...